Chaturgrahi Yog: બધા જ ગ્રહ નિશ્ચિત સમય પર પોતાની રાશિ બદલે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી રાશિ ચક્રની બધી જ રાશિના જાતકોના જીવનમાં શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી ઘણી વખત કેટલાક શુભ યોગનું નિર્માણ પણ થતું હોય છે. આવો જ અતિ શુભ યોગ 17 ઓગસ્ટ 2023 ના રોજ સિંહ રાશિમાં સર્જાવા જઈ રહ્યો છે. સિંહ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે.
17 ઓગસ્ટે સિંહ રાશિમાં શુક્ર, ચંદ્ર, મંગળ અને બુધ એમ ચાર ગ્રહોની યુતિના કારણે આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની અસર બધી જ રાશિના જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને 17 ઓગસ્ટથી લખલુટ ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના જાતકોને કારકિર્દીમાં સફળતા, ધન લાભ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ એ ત્રણ રાશિ કઈ છે અને તેમને કેવા પ્રકારના લાભ થશે.
આ પણ વાંચો:
Fitkari Ke Totke: ફટકડીના આ ટોટકા છે અચૂક, કરવાથી ઘરમાં દિવસ રાત વધે છે સુખ-સમૃદ્ધિ
Tulsi Manjari: તુલસીમાં માંજર આવવા અતિ શુભ, માંજરનો આ ઉપાય ચમકાવી દેશે ભાગ્ય
શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓના લોકોનું ભાગ્ય
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં આ યોગ બનશે જે તમારા ભૌતિક સુખોમાં વધારો કરશે. આ સમયગાળા દરમિયાન મિલકત અથવા વાહન ખરીદવા વિશે વિચારી શકો છો. ઘરના જુના મામલાઓનો ઉકેલ આવશે. મીડિયા, પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ કે ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોની કુંડળીના ત્રીજા ઘરમાં આ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. આ કારણે હિંમત અને બહાદુરીમાં વધારો થશે. જેમનો બિઝનેસ વિદેશમાં જોડાયેલો છે તેમના માટે આ સમય ઘણો સારો સાબિત થશે. ભાઈ-બહેનો તરફથી પણ સહયોગ પ્રાપ્ત થશે. જો વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો તે પણ સમાપ્ત થઈ જશે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે પણ ચતુર્ગ્રહી યોગ શુભ સાબિત થશે. આ યોગ તમારી કુંડળીના નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે. મિત્રોની સંખ્યામાં વધારો થશે. વેપારના સંબંધમાં યાત્રા થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે