Crow Shakun Apshakun: આપણા જીવનમાં ઘટતી તમામ ઘટનાઓને શકુન અપશકુન સાથે જોડવામાં આવે છે. શકુન શાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જે શુભ અને અશુભનો સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં કાગડાને યમનો દૂત માનવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે કાગડો એક એવું પક્ષી છે જે કોઈ પણ ઘટનાનું પૂર્વ આભાસ થઈ જાય છે. શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામો આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં. આવો જાણીએ કાગડા સાથે જોડાયેલા શુકન અને શુકન વિશે.
ટોપ અભિનેત્રીએ પોતાની 'ગંદી આદતો' વિશે કર્યો ખુલાસો!, જાણીને હક્કાબક્કા રહી જશો
કાગડા તરફથી મળનાર અશુભ સંકેતોને ઓળખો
જો કાગડો દક્ષિણ તરફ મુખ રાખીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ રીતે કાગડો ઘરના કોઈ સભ્યને કોઈ મોટી બીમારી વિશે આગોતરી સૂચના આપે છે. તે ઘરના કોઈપણ સભ્ય સાથે મોટી દુર્ઘટના થવાનો અશુભ સંકેત પણ દર્શાવે છે. ઘરની છત પર કાગડાઓનું ટોળું બૂમો પાડતું હોય તો તે પણ ખૂબ જ અશુભ હોય છે. આ કોઈ મોટું સંકટ આવવાની સંભાવનાને દર્શાવે છે. આવી સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.
આ સરળ ઉપાયથી છૂટશે સિગારેટ-આલ્કોહોલની જૂની લત, મળશે 8 મોટા ફાયદાઓ
જો કોઈ કાગડો તમને ભટકાય તો તેણે પણ અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમને કોઈ રીતે નુકસાન થવાનું છે. આ કષ્ટ ભૌતિક કે આર્થિક પણ હોઈ શકે છે. કાગડાનું માથું જો આપણને અડે તો પણ અશુભ હોય છે. એવું માનવામાં આવે છે કે તમે અચાનક મુશ્કેલીમાં આવી શકો છો અને તમારે સાવચેત રહેવાની જરૂર છે.
512 KG ડુંગળી વેચવા ખેડૂતે 70 Km અંતર કાપ્યું, મળ્યા 2 રૂ., ચેક જોઇ આંસુ સરી પડ્યા
શુભ સંકેતો પણ આપે છે કાગડો
જો કાગડો વહેલી સવારે ઘરના ટોલડે, બાલ્કની અથવા ટેરેસ પર આવીને કા- કા બોલે તો શુભ સંકેત માનવામાં આવે છે. તે ઘરમાં મહેમાનના આગમનનો સંકેત આપે છે. જો કોઈ કાગડો મોઢામાં રોટલીનો ટુકડો લઈને ઉડતો જોવા મળે તો તે તમારી મોટી ઈચ્છા પૂર્ણ થવાનો શુભ સંકેત છે. શકુન શાસ્ત્રમાં બપોરે ઉત્તર દિશામાં કાગડાનું બોલવું પણ શુભ માનવામાં આવે છે. કાગડાને પાણી પીતા જોવાનો અર્થ છે કે તમને જલ્દી પૈસા મળી શકે છે.
કંગાળ થયેલા પાકિસ્તાનને 'ખાસ મિત્ર' ચીને કરી મોટી આર્થિક મદદ
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ માહિતીની પુષ્ટિ ઝી ન્યૂઝ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે