Home> Spiritual
Advertisement
Prev
Next

Tulsi Puja: કયા દિવસે તુલસીના પાન તોડવા અને કયા દિવસે નહીં ? જાણો તુલસી પૂજાનો મહત્વનો નિયમ

Tulsi Puja Niyam: હિંદુ ધર્મમાં તુલસી પૂજા સંબંધિત કેટલાક નિયમો જણાવેલા છે. જેમાંથી એક નિયમ છે તુલસીના પાન તોડવા સંબંધિત. શાસ્ત્રોમાં એવા 4 દિવસ વિશે જણાવેલું છે જ્યારે તુલસીના પાન તોડવા નહીં. આ દિવસે તુલસીનો સ્પર્શ પણ વર્જિત હોય છે. આ 5 દિવસો કયા છે ચાલો જાણીએ.
 

Tulsi Puja: કયા દિવસે તુલસીના પાન તોડવા અને કયા દિવસે નહીં ? જાણો તુલસી પૂજાનો મહત્વનો નિયમ

Tulsi Puja Niyam: તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. તુલસીને લક્ષ્મીજીનો અવતાર પણ ગણવામાં આવે છે. દરેક પવિત્ર કાર્યમાં તુલસીનો સમાવેશ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કેટલીક એવી વિશેષ તિથિઓ વિશે જણાવેલું છે જે દિવસે તુલસીના પાન તોડવા કે તેનો સ્પર્શ કરવાની મનાઈ હોય છે. વિષ્ણુ પુરાણમાં આ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણ અનુસાર ચાર દિવસો એવા હોય છે જે દિવસે તુલસીના પાન તોડવા કે તુલસીનો સ્પર્શ કરવો દોષદાયક માનવામાં આવે છે. આજે તમને જણાવીએ આ દિવસો કયા છે અને જો આ દિવસે તુલસીનો સ્પર્શ થઈ જાય કે તેનું પાન તૂટે તો શું કરવું જોઈએ ?

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 25 જૂન: આજે વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે,વાણીમાં મધુરતાથી માન વધશે

આ દિવસે ન તોડવા તુલસીના પાન 

રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. તુલસી શીતલતા સંબંધિત હોય છે. તુલસી અને સૂર્યની ઉર્જા વિપરીત હોય છે. શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસી વિશ્રામ કરે છે તેથી આ દિવસે તુલસીનું પાન તોડવું નહીં. 

આ પણ વાંચો: 30 વર્ષ પછી બનશે શનિ, મંગળ અને કેતુનો ખતરનાક યોગ, 3 રાશિઓ માટે સૌથી ખરાબ સમય શરુ થશે

એકાદશી 

વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશીની તિથિ પર તુલસી વ્રત અને ધ્યાનની અવસ્થામાં હોય છે તેથી આ દિવસે તુલસીનો સ્પર્શ કરવો પણ વર્જિત છે. એકાદશીના દિવસે તુલસી તોડવામાં આવે તો વ્રતનું પુણ્ય ઘટી જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશી પર તુલસી પત્ર ગ્રહણ પણ કરવું નહીં. 

આ પણ વાંચો: જુલાઈમાં સર્જાશે અત્યંત શુભ ગજલક્ષ્મી રાજયોગ, મિથુન સહિત 4 રાશિઓનું ખુલશે ભાગ્ય

બારસની તિથિ

એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે પણ તુલસીનું પાન તોડવાની મનાઈ હોય છે. ભગવાનને ભોગમાં પહેલાથી તોડેલા તુલસીના પાનનો જ ઉપયોગ કરવો જોઈએ. બારસના દિવસે પણ તુલસીનું પાન તોડવું નહીં. તુલસીના છોડ પાસે જો પાન પડી ગયા હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. 

આ પણ વાંચો: TriAditya Yog: 5 રાશિવાળાઓનું ભાગ્ય ખુલવાનો આવી ગયો સમય, પૈસાની ખાણ બની જશે ઘર

અમાસની તિથિ 

અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે તામસિક પ્રવૃત્તિઓ ચરમ સીમા પર હોય છે. તુલસીની ઉર્જા સાત્વિકતાનું પ્રતીક છે. અમાસની તિથિ પર પણ તુલસીનો વર્જિત છે. આ દિવસે તુલસી સ્પર્શ કરવાથી પિતૃદોષ, રાહુ દોષ અને માનસિક ચિંતા વધે છે. 

આ પણ વાંચો: શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ છે અધુરી ? મોટાભાગના લોકો નથી જાણતા આ સાચું કારણ

વર્જિત દિવસોમાં તુલસીનું પાન તૂટે તો શું કરવું ?

ધ્યાન રાખવા છતાં પણ જો અજાણતા વર્જિત દિવસોમાં તુલસીનું પાન તોડવાની ભૂલ થઈ જાય તો તુલસીની ક્ષમા યાચના કરવી જોઈએ. તુલસી પાસે ઘી નો દીવો કરીને આ મંત્રનો 11 વખત જાપ કરવો. "ક્ષમસ્વ તુલસિ દેવી અપરાધં મે ક્ષમ્યતામ્"

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More