Home> Spiritual
Advertisement
Prev
Next

Guruwar Upay: ગુરુવારે કરો આ અચૂક ઉપાય, દરિદ્રતા થશે દુર અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Guruwar Upay: ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર છે. જેમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તેમને બધી જ સમસ્યાથી છુટકારો મળી જાય છે. જો તમારું ભાગ્ય પણ તમને સાથ આપતું ન હોય તો ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકો છો આ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે. 

Guruwar Upay: ગુરુવારે કરો આ અચૂક ઉપાય, દરિદ્રતા થશે દુર અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Guruwar Upay: ગુરુવારને બૃહસ્પતિ વાર પણ કહેવાય છે. ગુરૂવાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ ગૃહસ્પતિને સમર્પિત છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની આરાધના કરવાની સાથે કેટલાક ઉપાયોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ ઉપાયો ગુરુવારે કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થાય છે અને વ્યક્તિને ભાગ્યનો સાથ મળવા લાગે છે. 

fallbacks

આ પણ વાંચો: Aparajita: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય તુરંત આપે છે ફળ

ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર છે. જેમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તેમને બધી જ સમસ્યાથી છુટકારો મળી જાય છે. જો તમારું ભાગ્ય પણ તમને સાથ આપતું ન હોય તો ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકો છો આ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે. 

ગુરૂવારના અચૂક ઉપાય 

આ પણ વાંચો: બુધ ગ્રહના મિથુન રાશિમાં પ્રવેશથી સર્જાશે ભદ્રા રાજયોગ, જાણો કઈ રાશિનો થશે ભાગ્યોદય

- ગુરુવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરીને ઓમ બૃ બૃહસ્પતેય નમઃ મંત્રનો જાપ કરવો. 

- કુંડળીમાં ગુરુ ગ્રહ સંબંધિત કોઈપણ પ્રકારનો દોષ હોય તો ગુરુવારના દિવસે નહાવાના પાણીમાં ચપટી હળદર ઉમેરી દેવી. સાથે જ નહાતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું. 

- ગુરૂવારના દિવસે વ્રત કરવું અને કેળાના ઝાડમાં પાણી અર્પણ કરી તેની પૂજા કરો. આમ કરવાથી વૈવાહિક જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે. 

આ પણ વાંચો: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી, ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ

- ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને પીળા ફુલ અને પીળી મીઠાઈ અર્પણ કરો અને ત્યાબાદ પીળી વસ્તુઓનું દાન કરો. 

- ગુરૂવારના દિવસે સવારના સમયે ચણાની દાળ અને થોડો ગોળ ઘરના મુખ્ય દરવાજાની બહાર રાખી દેવો. અથવા તો ગાયને ખવડાવો. આમ કરવાથી ઘરમાં બરકત વધે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More