Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Amavasya Upay: શનિ અમાવસ્યા એ કરો આ ઉપાય, શનિની પનોતીના કષ્ટ અને પીડામાંથી મેળવો મુક્તિ

Shani Amavasya Upay: 29 માર્ચ શનિવારના રોજ શનિ અમાવસ્યા છે અને યોગાનું યોગ આ જ દિવસે શનિ મહારાજ રાશિ બદલે છે. 29 માર્ચથી 30 મહિના સુધી એટલે કે અઢી વર્ષ સુધી શનિ મીન રાશિમાં ભ્રમણ કરશે જેથી 5 રાશિને પનોતી બેસે છે. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા એ કેટલાક ઉપાય કરવાથી શનિ પીડાનું નિવારણ થાય છે.

Shani Amavasya Upay: શનિ અમાવસ્યા એ કરો આ ઉપાય, શનિની પનોતીના કષ્ટ અને પીડામાંથી મેળવો મુક્તિ

Shani Amavasya Upay: શનિ રાજામાંથી રંકને રંકમાંથી રાજા પણ બનાવે છે. શનિ પનોતી જેઓને પણ અશુભ બનતી હોય કે જેમને શનિને કારણે  પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે ,જેમાં મુખ્યત્વે બીમારી, દેવું, આર્થિક નુકશાન, ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ, વેપાર-ધંધા નોકરીમાં રુકાવટ કે નુકસાન, બાપદાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે, અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય , શારીરિક રીતે  વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, જોઈન્ટ પ્રોબ્લેમ, વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે છે. માટે જેમની કુંડળી અનુસાર શનિ અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી દરમિયાન વધુ તકલીફ કે પીડા કષ્ટ આપે છે. 

fallbacks

આ પણ વાંચો: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભયોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરીમાં થશે પ્રગતિ

શનિ પનોતી જેમને બેઠી છે તે  જેમકે  સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી તેમજ મેષ કુંભ અને મીન રાશિ ને સાડાસાતી પનોતી બેઠી છે તેમને ખાસ ઉપાય કરવા. શનિ પીડા કષ્ટ નિવારણ હેતુ આ દિવસે  શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ  પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે.

આ પણ વાંચો: વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી

સૌથી પ્રથમ આ દિવસે  ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય. સાથે નીચેનામાંથી કોઈ પણ એક સંકલ્પ કરી ઉપાય કરવો.

1. સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણવાર હનુમાન ચાલીસા કરવા

2. નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ, છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ! (આ મંત્ર ની 1 3 કે 7 માળા કરવી 

આ પણ વાંચો: Shani Uday: 9 એપ્રિલથી ચાલશે આ 4 રાશિવાળાઓનું રાજ, શનિ ઉદય થઈને વધારી દેશે ધન, પદ

3. ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ  શનિ અમાવસ્યા એ સંકલ્પ કરી  આ નિમિત્તે દરરોજ સાજે કે રાત્રે સૂતા પહેલા 1 ,3, કે 7 માળા કરવી પીડા નિવારણ ની પ્રાર્થના સાથેકોઈ પણ મંત્ર ની  માળા કરવી)

4. શનિ યંત્ર પ્રતિષ્ઠા કરી ઉપાસના કરવી

5. હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ  કે કાળા તલ અર્પણ કરવા

આ પણ વાંચો: મીન રાશિમાં શનિ ચાલશે ચાંદીના પાયે, 3 રાશિઓની આવક થશે ચારગણી, નોકરીમાં થશે પદોન્નતિ

6. શનિ અમાવસ્યા એ યથાશક્તિ ગરીબને દાન કરવું, કાલા કપડાનું  ગરીબોને દાન કરવું, ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના વાસણોનું દાન કરવું, કાળા અડદ કાળા તલ કે તલના તેલનું દાન કરવું, ગરીબોને ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું, કાગડાઓને ભોજન કરાવવું

ઉપરોક્ત ઉપાય કરવાથી શનિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શનિ પીડાનું અચૂક નિવારણ થાય છે.

જ્યોતિષી ચેતન પટેલ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More