Home> Spiritual
Advertisement
Prev
Next

Ram Lalla Idol:જાણો રામલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી જૂની મૂર્તિનું શું થશે?

Ram Lalla Idol: ગત સપ્તાહે રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામની 51 ઇંચની મૂર્તિ મૂકવામાં આવી હતી. ગર્ભગૃહમાં રાખવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી છે. જેમાંથી મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવી છે. 

Ram Lalla Idol:જાણો રામલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી જૂની મૂર્તિનું શું થશે?

Ram Lalla Idol: દેશભરના લોકોની નજર અયોધ્યાના રામ મંદિર પર છે. શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સૌ કોઈ આતુર છે. રામ મંદિરમાં શ્રીરામની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે સૌના મનમાં પ્રશ્ન છે કે શ્રીરામની જુની પ્રતિમાનું શું થશે? આ પ્રશ્નનો જવાબ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીરામના અસ્થાયી મંદિરમાં રાખવામાં આવેલી રામ લાલાની જૂની મૂર્તિને ગર્ભગૃહમાં નવી મૂર્તિની સામે મૂકવામાં આવશે. 

fallbacks

ગત સપ્તાહે રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામની 51 ઇંચની મૂર્તિ મૂકવામાં આવી હતી. ગર્ભગૃહમાં રાખવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી છે. જેમાંથી મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચીએ જણાવ્યું કે બાકીની બે મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. નવી મૂર્તિ સાથે ગર્ભગૃહમાં જૂની મૂર્તિ પણ રાખવામાં આવશે. 

આ પણ વાંચો: અયોધ્યામાં પહેલા કોણે અને ક્યારે બનાવ્યું રામ મંદિર? કેવું હતું પહેલું રામ મંદિર ?

શ્રીરામની નવી મૂર્તિ શા માટે બનાવવામાં આવી ?

શ્રીરામની જૂની મૂર્તિને પણ ગર્ભગૃહમાં રાખવામાં આવશે. પરંતુ મૂળ મૂર્તિની 5 ઈંચ જેટલી છે અને દર્શન માટે આવેલા ભક્તો મૂર્તિને 25-30 ફૂટ દૂરથી જોઈ શકે તેમ ન હતું. આ વાતને ધ્યાનમાં રાખીને નવી પ્રતિમા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ શિલ્પકારોએ ખૂબ જ મહેનત અને કુશળતાથી મૂર્તિઓ બનાવી છે.  

આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે કરો આ આ શક્તિશાળી સ્ત્રોતનો પાઠ, શ્રીરામ દુર કરશે સંકટ

રામ મંદિરનું નિર્માણ કાર્ય

રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચીએ કહ્યું કે મંદિરના નિર્માણમાં 1,100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને નિર્માણ કાર્ય હજુ ચાલુ હોવાથી 300 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણ માટે દુનિયાભરમાંથી દાન આવી રહ્યું છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More