Home> Spiritual
Advertisement
Prev
Next

મનમાં હંમેશા રહેતો હોય ભય કે થશે કંઈક અશુભ તો કરો કપૂરના આ અચૂક ઉપાય, ઘરમાં વધશે સંપત્તિ અને શાંતિ

Uses of Camphor: ઘણા લોકો એવા હોય છે જેમને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી આવી સ્થિતિમાં કપૂરનો આ ઉપાય કરવાથી ફાયદો થઈ શકે છે

મનમાં હંમેશા રહેતો હોય ભય કે થશે કંઈક અશુભ તો કરો કપૂરના આ અચૂક ઉપાય, ઘરમાં વધશે સંપત્તિ અને શાંતિ

Uses of Camphor: માણસના જીવનમાં ઉતાર ચડાવ આવતા જ રહે છે ક્યારેક સુખ સ્વાદ ચાખવાનું હોય છે તો ક્યારેક દુઃખ ઘેરી વડે છે. પરંતુ જ્યારે માણસ સમસ્યામાં હોય છે ત્યારે તેને એ વાત નથી સમજાતી કે આ સમસ્યા માંથી બહાર નીકળવા માટે શું કરવું. 

fallbacks

આજે તમને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કપૂરના આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી તમારા ઘર પરિવારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂર પ્રચલિત કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને તેના કેટલાક ઉપાયો કરવાથી અટકેલા કામ પણ પૂરા થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કપૂરની સુગંધ ઘરમાં ફેલાય તે માટે તેને પ્રજ્વલિત કરતા પહેલા કપૂરને ઘીમાં બોળવું જોઈએ તેમ કરવાથી કપૂર જ્યારે પ્રજવલિત કરશો તો તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. 

મનના ડરને દૂર કરવા કરો આ ઉપાય

જો કોઈ વ્યક્તિના મનમાં એવી ચિંતા રહેતી હોય કે તેની સાથે કે તેના પરિવારની સાથે કોઈ અશુભ ઘટના બનવાની છે તો સવારે અને સાંજે ઘરમાં કપૂર કરવો જોઈએ. આ સાથે જ દિવસમાં એક વખત હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવો જોઈએ આમ કરવાથી મનનો ભય દૂર થાય છે.

આ પણ વાંચો : 

આ 3 જીવોને ઘરમાં ક્યારેય ન રાખતા, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતાં રોકી શકશો નહીં

જાણો પોતાની રાશિ પ્રમાણે કયા મંત્રનો કરવો જોઈએ જાપ, થોડા જ ટાઈમમાં આવશે તમારો 'ટાઈમ'

 

આર્થિક તંગી દૂર કરવા

ઘણા લોકો એવા હોય છે જેમને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી આવી સ્થિતિમાં કપૂરનો આ ઉપાય કરવાથી ફાયદો થઈ શકે છે. ઘરમાંથી આર્થિક સમસ્યાને દૂર કરવા માટે સતત 43 દિવસ સુધી ગુલાબના ફૂલમાં કપૂર મિક્સ કરીને મા દુર્ગાની પાસે પ્રજવલિત કરવું. આમ કરવાથી ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે.

ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા 

જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે હોય છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ કલેશ થતો હોય તો સવારે અને સાંજે પૂજા કરતી વખતે કપૂર પ્રજવલિત કરવું. આમ કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ રહેશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. 

આ પણ વાંચો : 

શુક્રના ગોચરથી ચમકશે આ લોકોનું ભાગ્ય, 15 ફેબ્રુઆરી પછી મળશે છપ્પરફાડ રૂપિયા

મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરશો આ કામ, નારાજ થશે ભોલેનાથ, જાણો શુભ મુહર્ત

કાર્ય સફળતા માટે

ઘણી વખત એવું થાય છે કે લોકો અનેક પ્રયત્ન કરે છે પરંતુ તેમને કાર્યમાં સફળતા મળતી નથી આવી સ્થિતિમાં રોજ સવારે અને સાંજે ઘરમાં પૂજા કરો ત્યારે આરતી દરમિયાન ઘીમાં બોળીને કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ આમ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે અને અધૂરા કામ પુરા થવા લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More