Home> Spiritual
Advertisement
Prev
Next

આ આદતોથી દૂર રહેજો નહિ તો ગરીબી તમને શોધતી આવશે, જોતજોતામાં રૂપિયા ખાલી થશે

Garuda Purana : વ્યક્તિને ક્યારેક તેની પોતાની જ આદતો નડે છે... આ આદતો એવી છે જે તેને કંગાળ બનાવી દે છે... આ આદતોથી વ્યક્તિ ધન, વૈભવ અને સન્માન પણ ગુમાવી દે છે... તેથી સાચવજો 

આ આદતોથી દૂર રહેજો નહિ તો ગરીબી તમને શોધતી આવશે, જોતજોતામાં રૂપિયા ખાલી થશે

Garuda Purana Auspicious Things : હિન્દુ ધર્મના તમામ 18 મહાપુરાણોમાં ગરુડ પુરાણનું ખૂબ મહત્વ છે. જો કે આ પુરાણ કોઈના મૃત્યુ પછી વાંચવામાં આવે છે, પરંતુ તેમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે, જેનો માનવ જીવન સાથે ઊંડો સંબંધ છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિની કેટલીક આદતો ગરીબીનું કારણ બની શકે છે. જો આ આદતોને સમયસર છોડવામાં ન આવે તો ટૂંક સમયમાં તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કઈ એવી આદતો છે જે ગરીબી તરફ દોરી જાય છે.

fallbacks

લાલચ
એક કહેવત છે કે લોભ માણસને અંધ બનાવી દે છે. ગરુડ પુરાણ અનુસાર  લોભ સારો નથી. લોભી વ્યક્તિ વધુ મેળવવાની લાલસામાં ખરાબ રસ્તે ચાલવા લાગે છે. આવા લોકો પાસે પૈસા લાંબો સમય ટકતા નથી. વ્યક્તિ પૈસા માટે જેટલો લોભી હશે, માતા લક્ષ્મી તેટલી જ તેનાથી દૂર જશે.

અહંકાર
વ્યક્તિ જીવનમાં ગમે તેટલી સફળતા મેળવે, તેણે ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. અહંકાર બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને દરેક વ્યક્તિ આવા વ્યક્તિનો સંગ છોડી દે છે. આવા લોકો સાથે લક્ષ્મી પણ લાંબો સમય ટકી શકતી નથી અને જે ધન હાથમાં આવે છે તે પણ ધીમે ધીમે જતું રહે છે.

આ પણ વાંચો : 

ગુજરાતના 2 પરિવારમાં માતમ છવાયો, ચાઈનીઝ દોરીએ એક બાળકી અને યુવકનો ભોગ લીધો 

હવે શ્રદ્ધાની કતલની રાતનો મોટો પુરાવો મળશે, આરીથી કપાયા હતા તેના 23 હાડકા

શોષણ
ગરુડ પુરાણ અનુસાર જે લોકો બીજાનું શોષણ કરે છે તેઓ ક્યારેય સુખી નથી રહેતા. તેનું પરિણામ ખરાબ આવે છે. આવા લોકો જે ગરીબો અને જરૂરિયાતમંદોનું શોષણ કરીને પૈસા કમાય છે, તેમના પૈસા લાંબા સમય સુધી ટકતા નથી.

ગંદકી
એવા ઘરમાં મા લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી, જ્યાં ગંદકીનો ઢગલો હોય. ગંદા કપડાં ગરીબીને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જરૂરી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો : ઘરના પાણીના નળમાં લગાવો આ જાદુઈ ડિવાઈસ : એક રૂપિયો પણ લાઈટબિલ નહિ આવે એની ગેરેન્ટી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More