Neem Karoli Baba Ashram Kainchi Dham: ઉત્તરાખંડમાં ઘણા બધા ધાર્મિક સ્થળ આવેલા છે તેમાંથી એક કેંચી ધામ આશ્રમ છે. નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામ જવાની ઈચ્છા અનેક લોકોની હશે. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં લોકો દર્શન કરવા પણ પહોંચે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કેંચી ધામ આશ્રમમાંથી કેટલીક વસ્તુઓ સાથે લાવવી શુભ ગણાય છે. જો તમે નીમ કરોલી બાબાના આશ્રમ કેંચી ધામની મુલાકાત લો છો તો તમારી સાથે આ 5 માંથી કોઈ 1 વસ્તુ જરૂર લાવજો.
આ પણ વાંચો: 12 જૂનથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, બુધ શુક્રનો લાભ યોગ વરસાવશે અપાર ધન
કેંચી ધામ એક પવિત્ર અને શાંત સ્થાન છે. અહીં લોકો નીમ કરોલી બાબાના દર્શન કરવા માટે આવે છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ શ્રદ્ધા અને સાચા મનથી અહીં દર્શન કરવા આવે છે તેને બાબાના આશીર્વાદનો ચમત્કાર મળે છે. માન્યતા તો એવી પણ છે કે નીમ કરોલીથી પરત જતી વખતે જે વ્યક્તિ આ 5 માંથી કોઈ એક વસ્તુ પણ પોતાની સાથે લઈ જાય તેના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે કારણ કે તેના પર નીમ કરોલી બાબાના આશીર્વાદ હોય છે.
આ પણ વાંચો: જૂન મહિનામાં 6 વાર રાશિ અને નક્ષત્ર બદલશે બુધ, 12 માંથી રાશિઓ માટે સમય અનુકૂળ
ધાબળો
જો તમે કેંચી ધામ જાઓ છો તો ત્યાં બાબાને ચડાવેલા ધાબડા મળે છે તે પોતાની સાથે ઘરે જરૂરથી લાવો. માન્યતા છે કે કેંચી ધામથી લાવેલો ધાબળો ઘરમાં રાખવાથી ઘરની બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ ધાબળો ઘરમાં રાખવાથી નીમ કરોલી બાબાના આશીર્વાદ ઘર પરિવાર પર હંમેશા રહે છે.
આ પણ વાંચો: લગ્ન પ્રસંગ માટે મહેંદી રાત્રે કરવી શુભ કે અશુભ ? કયા વારે મહેંદી કરવાથી વધે સમૃદ્ધિ
નીમ કરોલી બાબાનો ફોટો
કેંચી ધામ જઈને તમે નીમ કરોલી બાબાની તસવીર પણ સાથે લાવી શકો છો. માન્યતા છે કે જે ઘરમાં નીમ કરોલી બાબાની તસ્વીર લગાવેલી હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચો: Budh Gochar 2025: નિર્જળા એકાદશી પર બુધ ગોચરનો મહાસંયોગ, ધનથી ભરાઈ જશે 5 રાશિઓનું ઘર
પ્રસાદ
માનવામાં આવે છે કે નીમ કરોલીથી આવેલો પ્રસાદ પવિત્ર અને ચમત્કારી હોય છે. કેંચી ધામ દર્શન કરવા ગયા હોય તો પોતાના માટે અને પોતાના પરિવાર માટે આ પ્રસાદ જરૂરથી લાવવો.
આ પણ વાંચો: 15 જૂનથી વધશે આ લોકોનું વર્ચસ્વ, મિથુન રાશિમાં સૂર્ય-ગુરુની યુતિ છપ્પરફાડ ધન લાભ થશે
ભગવાન હનુમાનનું તિલક
કેંચી ધામ હનુમાનજીનું પવિત્ર સ્થાન છે. અહીં દર્શન કરીને હનુમાનજીનું તિલક એટલે કે સિંદૂર અથવા તો ચંદન પોતાની સાથે લાવવું જોઈએ. ભગવાનને અર્પણ કરેલું સિંદૂર અથવા તો ચંદન ઘરે લાવવાથી મનમાં શક્તિ અને વિશ્વાસ હંમેશા જાગૃત રહે છે.
આ પણ વાંચો: શનિ પનોતીની નકારાત્મક અસરોને દુર કરવાના અચૂક ઉપાય, આ કામ ગુપ્ત રીતે કરવું જરૂરી
કેંચી ધામની પવિત્ર માટી
જો તમે કેંચી ધામ જાઓ છો અને અન્ય કોઈ જ વસ્તુ સાથે લાવી શકો તેમ નથી. તો આશ્રમની થોડી માટી પોતાની સાથે જરૂર લાવો. આ માટીના ઘરે લાવી કપડામાં બાંધીને પવિત્ર સ્થાન પર રાખો. માનવામાં આવે છે કે ભગવાન હનુમાન સાક્ષાત કેંચી ધામ આશ્રમમાં વાસ કરે છે. અહીંની માટીમાં પણ દિવ્ય શક્તિ હોય છે. આ માટી ઘરમાં રાખવાથી હનુમાનજીની કૃપા બની રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે