Home> Spiritual
Advertisement
Prev
Next

આગામી 6 મહિના આ જાતકોના સિતારા ચમકશે, માતા લક્ષ્મી રહેશે મહેરબાન, ધનલાભનો યોગ

Rashifal 6 months Horoscope: ગ્રહોની ચાલને ધ્યાનમાં રાખી આ વર્ષના અંત સુધી કેટલાક જાતકો પર મા લક્ષ્મીની કૃપા-દ્રષ્ટિ રહેશે. ધનના દેવીની કૃપા રહે તો જીવનમાં ધન-સંપત્તિનું પણ આગમન થાય છે.
 

આગામી 6 મહિના આ જાતકોના સિતારા ચમકશે, માતા લક્ષ્મી રહેશે મહેરબાન, ધનલાભનો યોગ

નવી દિલ્હીઃ લક્ષ્મી માતાને ધનના દેવી કહેવામાં આવે છે. માતાની કૃપા રહે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. ગ્રહોની ચાલને ધ્યાનમાં રાખી આ વર્ષના અંત સુધી કેટલાક જાતકોના જીવનમાં મા લક્ષ્મીની કૃપા રહેશે. તો જ્યોતિષ વિદ્યા અનુસાર 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ લક્ષ્મી માતાને ખુબ પ્રિય છે. આ રાશિઓ પર લક્ષ્મીજીની કૃપા સદાય રહે છે. આવો જાણીએ આ વર્ષના અંત સુધી કયાં જાતકો પર મા લક્ષ્મીની કૃપા રહેવાની છે.

fallbacks

સિંહ રાશિ
લક્ષ્મી માના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને 6 મહિનામાં ખુબ ફાયદો થઈ શકે છે. મા લક્ષ્મીની કૃપાથી વેપારમાં સારો લાભ થશે. ધન આગમનનો યોગ બની રહ્યો છે પરંતુ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. મન ખુશ રહેશે અને સ્વાસ્થ્ય સારૂ રહેશે. તો સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

ધન રાશિ
આવનારા છ મહિના ધન રાશિના જાતકો માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી આવક વધવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની છે. ઘર-પરિવારમાં માહોલ સારો રહેશે. વેપારની દ્રષ્ટિએ આ વર્ષ શુભ માનવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ 6 દિવસ બાદ ગુરૂની ચાલમાં ફેરફાર, 3 રાશિના લોકોને નવી નોકરી સાથે મળશે અપાર ધન

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આવતા છ મહિના ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની ઘણી તક મળી શકે છે. અટવાયેલા નાણા પરત મળવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. તો સિંગલ લોકોના જીવનમાં કોઈ નવી વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More