Home> Spiritual
Advertisement
Prev
Next

Hanuman Jayanti : આજે હનુમાન જયંતીએ સાળંગપુરમાં ભવ્ય ઉત્સવ, 54 ફૂટના ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ થશે

Hanuman Jayanti :  આજે અને આવતી કાલે સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી,,,,  ત્યારે આ દિવસે પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે
 

Hanuman Jayanti : આજે હનુમાન જયંતીએ સાળંગપુરમાં ભવ્ય ઉત્સવ, 54 ફૂટના ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ થશે

salangpur hanumanji Temple : સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. અનાવરણની સાથોસાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. તો સંસ્થાના વડા પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રકાશ દાસજીના હસ્તે મૂર્તિનું અનાવરણ થશે. 

fallbacks

બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે, અહીંયા લાખો લોકોના આસ્થાના આ મંદિર પર છે. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહિયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જે મૂર્તિ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ દાદાના દરબારમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

માછીમારના પુત્રમાં હાથમાં કલાનો વાસ : મોટા જહાજોના મિનિયેચર પીસ બનાવ્યા

આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્વારા કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

ભોજનાલયની વિશેષતા

  • 55 કરોડના ખર્ચે આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે
  • 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે આ ભોજનાલય
  • એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલ પર બેસીને જમી શકે છે
  • ગુજરાતમાં સૌથી વધારે ટેકનોલોજી થી સજ્જ છે આ ભોજનાલય
  • થર્મલ બેજ થી અહીંયા રસોઈ તૈયાર થશે અને એક સાથે 15 હજાર લોકોની રસોઈ માત્ર કલાક માં જ બની જશે તેવી મશીનરી થી સજ્જ છે
  • હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલય નું દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ઉદ્ઘાટન થશે
  • 4 કરોડના ખર્ચે માત્ર મૂર્તિ બની

મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવાના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરે તેવા આશ્રય સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.

દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે

  • કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે
  • 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે
  • બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે
  • બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે
  • પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે
  • એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે
  • દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે
  • આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે
  • કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય
  • પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે
  • ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે

આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે. દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More