Home> Spiritual
Advertisement
Prev
Next

જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ, 36 કિલોમીટર લાંબા રૂટ અંગે મેળવો જાણકારી

Lili Parikrama 2024 : 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.

જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ, 36 કિલોમીટર લાંબા રૂટ અંગે મેળવો જાણકારી
  • જૂનાગઢઃ ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારંભ...
  • એક દિવસ પહેલા જ થઈ લીલી પરિક્રમાની શરૂઆત...
  • વહેલી સવારે પરિક્રમા માટે જવાનો ગેટ ખોલી દેવાયો...
  • મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ગેટ વહેલા ખોલાયો...

Lili Parikrama 2024 : સામાન્ય રીતે અગિયારસના દિવસે થાય છે લીલી પરિક્રમાનો પ્રારંભ..જોકે, આ વખતે પણ યાત્રાળુઓની સંખ્યા વધી જતા એક દિવસ પહેલાં જ લીલી પરિક્રમાની શરૂઆત કરી દેવામાં આવી છે. વહેલી સવારે પરિક્રમા માટે જવાનો ગેટ ખોલી દેવાયો છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ગેટ વહેલા ખોલવાની ફરજ પડી હતી. જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કરી દેવાયો છે.

fallbacks

ગુજરાતમાં દર વર્ષે કેટલાંક ધાર્મિક મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમો નિયમિત પણે યોજાતા હોય છે. એના પ્રત્યે લોકોને ખુબ જ શ્રદ્ધા હોય છે. કહેવાય છેકે, આવા મેળાવડામાં જવાથી જ દરેકનો બેડોપાર થતો હોય છે. ત્યારે પોતાનો બેડો પાર લગાવવા માટે સંખ્યાબંધ ભક્તો જૂનાગઢ ભણી દોટ લગાવી રહ્યાં છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારંભ... મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા એક દિવસ પહેલા ખોલાયો ગેટ... જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ... 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.

ભવનાથમાં આ વર્ષે 12 નવેમ્બરથી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે તેને લઈને તંત્ર દ્વારા શું શું સુવિધાઓ કરવામાં આવી છે અને પરિક્રમા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું તે વિશે અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિક્રમાનો રૂટ શું છે તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે.

આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમાનો ધાર્મિક પર્વ આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી યોજવામાં આવશે, જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમાના રસ્તે આવેલા યાત્રાળુઓને પડાવના સ્થળો જીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવશે.

દર વખતની જેમ આ વખતે પણ ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે આ રૂટ પર વધારાની બસો પણ મુકવામાં આવી છે. યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો  પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે.પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More