Janmashtami : આજે શ્રીકૃષ્ણનો 5250 મો જન્મોત્સવ છે, જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ દ્વારકામાં આજે જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. વહેલી સવારથી જ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચીને દ્વારકાધીશના દર્શન કરીને ધન્ય બની રહ્યાં છે. કાન્હાના વધામણાં ને લઈને ભક્તો માટે રાત્રે અઢી વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ત્યારે આજે દ્વારકામાં જન્મોત્સવને લઈ ખાસ દ્રશ્ય જોવા મળ્યું. જગતગુરૂ શંકરાચાર્યએ ભગવાન દ્વારકાધીશને અભિષેક કર્યો હતો. આજે જન્માષ્ટમી હોઈ ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવ્યું. જગતગુરુ શંકરાચાર્યએ ઠાકોરજીને આ સ્નાન કરાવ્યું હતું. જેને નિહાળીને ભાવિક ભક્તો ધન્ય થયા હતા.
આજે દ્વારકામાં ભારે ઠાઠમાઠથી જગત મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો ૫૨૫૦માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન દ્વારકધીશને ઉત્સવ અનુરૂપ સાત ભોગ ધરાવવામાં આવ્યા છે. તો સવારથી જ નિજ મંદિર ભક્તો માટે ખોલી દેવાયુ હતું. હાલ 1 વાગ્યાથી મંદિર બંધ કરાયું છે. જેના બાદ સાંજે 5 વાગ્યે ઉથાપન દર્શન થશે. કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તો આતુર છે. સાંજે શયન ભોગ બાદ નિત્ય ક્રમ મુજબ મંદિર બંધ થશે. રાતે 12 વાગ્યાના ટકોરે ભગવાનના જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવ આરતી થશે. કાન્હાના વધામણાંને લઇ ભક્તો માટે રાત્રીના 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
અનોસરમાં બંધ રખાય છે ભગવાનના દ્વાર
બપોરે 1:00 વાગે ભક્તો માટે દર્શન બંધ કરી દેવાશે. જેને અનોસર કહે છે. આમ બપોરે 1:00 વાગ્યે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. જે સાંજે 5:00 વાગ્યે ફરીથી ખુલશે.
કરો ડાકોરના કાળિયા ઠાકોરની મંગળા આરતીના દર્શન......#Dakor #Janmashtami2023 #Janmashtami #Video #Zee24kalakoriginalvideo pic.twitter.com/KBEdzzPv09
— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023
ભાવિકોને ઠાકોરજીને ચઢાવવામાં આવતાં ભોગની પ્રસાદી મેળવવા માટે આ વખતે મંદિર પરિસરમાં પાવતીથી અને વધારાના કાઉન્ટર ઉપલબ્ધ કરાવીને ભોગ પ્રસાદી મેળવી શકશે. આ ઉપરાંત કિર્તી સ્તંભ પાસે અલગથી પ્રસાદ કાઉન્ટર પરથી પણ યુપીઆઈ પેમેન્ટથી ભોગ પ્રસાદી મળી શકશે. આ સિવાય ઓનલાઈન પોર્ટલ પર પણ ભોગની સુવિધા ઉપલબ્ધ છે.
તો બીજી તરફ, દ્વારકામાં ગોમતીઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનનો લ્હાવો લઈ રહ્યાં છે. આજે જન્માષ્ટમી પર મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ દેશભરથી દ્વારકા આવી રહ્યાં છે.
દહીહાંડીમાં સ્ટંટ કરવા ગયેલો યુવક દાઝ્યો, ખેલ કરવામાં ચહેરા પર જ આગ લાગી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે