Home> Spiritual
Advertisement
Prev
Next

Shravan 2025: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો ? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ

Shravan 2025 Start and End Date: શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ મહિનામાં ભક્તો વિશેષ રીતે સોમવારનું વ્રત કરે છે અને શિવ પૂજા કરે છે. આ મહિનો આધ્યાત્મિક ઉત્થાન, મનોકામના પૂર્તિ અને શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે શુભ ગણાય છે. 
 

Shravan 2025: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો ? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ

Shravan 2025 Start and End Date: શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. આ સમયે શિવભક્તો ભક્તિમાં લીન જોવા મળે છે. શિવભક્તો શ્રાવણ માસની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો રોજ શિવજી, માતા પાર્વતીની પૂજા કરે છે. શ્રાવણ માસના સોમવાર સૌથી ખાસ ગણાય છે. 

fallbacks

આ પણ વાંચો: 18 જુલાઈથી કર્ક રાશિમાં વક્રી રહેશે બુધ, જાણો મેષથી લઈ મીન રાશિ પર કેવો પડશે પ્રભાવ

શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે. સોમવારે ભક્તો વ્રત કરે છે, શિવજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. શ્રાવણ માસમાં જે વ્યક્તિ સોમવારનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના પર શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. અને તેની દરેક ઈચ્છા પુરી કરે છે. 

આ પણ વાંચો: ભગવદ્ ગીતાના 5 ઉપદેશ, જે સમજી જાય તેની જીંદગી બદલી જાય, દરેક કામમાં મળશે સફળતા

વર્ષ 2025માં શ્રાવણ મહિનો ક્યારથી શરુ થાય છે તે પ્રશ્ન તમને પણ હોય તો જાણી લો કે ગુજરાતી શ્રાવણ મહિનો 25 જુલાઈ અને શુક્રવારથી શરુ થશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં 4 સોમવાર આવશે. જેમાં પહેલો સોમવાર 28 જુલાઈ 2025 ના રોજ આવશે. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર 18 ઓગસ્ટ 2025 ના રોજ છે. 

આ પણ વાંચો: Kamdhenu: કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી થતા લાભ વિશે જાણો

શ્રાવણ મહિનાના સોમવારની તારીખો

પહેલો સોમવાર 28 જુલાઈ 2025
બીજો સોમવાર 4 ઓગસ્ટ 2025
ત્રીજો સોમવાર 11 ઓગસ્ટ 2025
ચોથો સોમવાર 18 ઓગસ્ટ 2025

આ પણ વાંચો: Sun Transit 2025: સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, આજથી આ 5 રાશિઓના જીવનમાં છવાશે સંકટ

શ્રાવણ મહિનાની પૂજાની વિધિ

શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના કરવાનો પવિત્ર સમય છે. આ મહિનામાં રોજ વિધિ પૂર્વક શિવજીની પૂજા કરવામાં આવે તો શિવજી પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસ દરમિયાન રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ઘરના મંદિરની સફાઈ કરી ઘીનો દીવો કરી ભગવાનની પૂજા કરવી. 

આ પણ વાંચો: 18 જુલાઈથી પલટી મારશે આ 4 રાશિઓનું ભાગ્ય, બુધ અસ્ત થઈને પણ આ લોકોને કરાવશે લાભ

શ્રાવણ માસમાં શિવ પૂજા કરવા શિવાલયમાં જવું અને શિવજીનો જળાભિષેક કરવો. સોમવારના દિવસે શિવજીની પૂજા ગંગાજળ અને કાચા દૂધથી કરવી અને શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો ચઢાવવો. પૂજા દરમિયાન ઓમ નમ: શિવાય મંત્રનો જાપ 108 વખત કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More