Home> Spiritual
Advertisement
Prev
Next

અતિચારી ગુરુની ચાલમાં થશે મોટો ફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટી મારતા થશે માલામાલ

ગુરુ 10 જૂનના રોજ મંગળવારે સાંજે 7.29 કલાકે પશ્ચિમ દિશામાં અસ્ત થઈ રહ્યા છે અને 6 જુલાઈના રોજ પૂર્વ દિશામાં ઉદય થશે. આ દરમિયાન 26 દિવસ સુધી ગુરુની કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા રહેશે. 

અતિચારી ગુરુની ચાલમાં થશે મોટો ફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટી મારતા થશે માલામાલ

વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ચાલ સમયાંતરે બદલાતી રહે છે. આ ફેરફારની આપણા જીવન પર ગાઢ અસર પડે છે. દેવતાઓના ગુરુ એટલે કે બૃહસ્પતિ જે દર 12-13 મહિને રાશિ પરિવર્તન કરે છે. હાલ અતિચારી અવસ્થામાં મિથુન રાશિમાં છે. ગુરુ 10 જૂનના રોજ મંગળવારે સાંજે 7.29 વાગ્યે પશ્ચિમ દિશામાં અસ્ત થશે. 

fallbacks

5 રાશિઓ માટે ગુરુ અસ્ત શુભ
આ દરમિયાન લગભગ 26 દિવસ સુધી ગુરુની વિશેષ  કૃપા કેટલીક રાશિઓ પર રહેશે. ગુરુનું અસ્ત થવું એ આ પાંચ રાશિઓ માટે ખુબ શુભ સંકેત લાવશે. જાણો આ રાશિઓ કઈ કઈ છે અને ગુરુના અસ્તથી તેમને શું લાભ મળી શકે છે. 

મેષ રાશિ
ગુરુના અસ્ત થતા જ મેષ રાશિના ત્રીજા  ભાવ પર પ્રભાવ પડશે. રોકાણથી લાભના યોગ છે. ભાઈ બહેનો સાથે સંબંધો સારા થશે. માનસિક સકારાત્મકતામાં વધારો થશે. નવા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. 

કર્ક રાશિ
ગુરુના શુભ પ્રભાવથી તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન આવશે. કરિયરમાં પ્રગતિની તકો મળશે. પર્સનલ લાઈફમાં સ્થિરતા આવશે. અધૂરા સરકારી કાર્યોમાં પ્રગતિ થશે. ભાગ્યનો મજબૂત સાથ મળશે. 

ધનુ રાશિ
ગુરુ તમારી જ રાશિના સ્વામી છે. આથી તેનું અસ્ત થવું તમારા માટે વિશેષ લાભકારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કરજથી રાહત મળવાની શક્યતા છે. સરકારી યોજનાઓથી લાભ મળી શકે છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે. 

મકર રાશિ
ગુરુ છઠ્ઠા ભાવમાં સ્થિત થઈને મકર રાશિવાળા માટે ભાગ્યોદયનો માર્ગ ખોલી રહ્યા છે. પરિવારમાં શુભ કાર્યો સંભવ છે. તીર્થયાત્રાનો યોગ છે. નોકરીમાં પ્રમોશન અને લીડરશીપની તક મળી શકે છે. રોજગાર ઈચ્છુકો માટે સારા સમાચાર આવી શકે છે. 

કુંભ રાશિ
ગુરુનું અસ્ત થવું એ કુંભ રાશિના જાતકો માટે પણ શુભ સંકેત છે. શેર બજારમાં સમજદારી પૂર્વક કરેલું રોકાણ લાભ કરાવશે. કૌટુંબિક કંકાસ દૂર થશે. વિદેશ મુસાફરીના યોગ છે. અટવાયેલા ધનની પ્રાપ્તિ શક્ય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More