Guru Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ 13 મહિના પછી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેથી રાશિ ચક્ર પૂર્ણ કરતા ગુરુ ગ્રહને 12 વર્ષનો સમય લાગે છે. ગુરુ ગ્રહ હાલ વૃષભ રાશિમાં ગોચર કરે છે. મે મહિનામાં ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મે મહિનામાં ગુરુના રાશિ પરિવર્તન સાથે જ કેટલીક રાશિના લોકોના જીવનમાં ગોલ્ડન પિરિયડ શરૂ થઈ જશે. આ રાશિના લોકોને ગુરુ ગ્રહ પદ, પ્રતિષ્ઠા અને ધન આપશે.
આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મેષ અને મીન રાશિના જાતકોને ઉત્તમ ફળ પ્રદાન કરનારું રહેશે
પંચાંગ અનુસાર 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં ગોચર કરશે. ગુરુનું આ રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકોને કેવું ફળ આપશે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: 3 એપ્રિલે કર્ક રાશિમાં ગોચર કરશે મંગળ, આ 4 રાશિના લોકોને થશે છપ્પરફાડ ધનલાભ
વૃષભ રાશિ
ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ સાબિત થશે. ગુરુ ગ્રહ આ રાશિના ધન અને વાણી સ્થાનમાં ગોચર કરશે જેથી આ સમયે ધન આગમનના નવા રસ્તા ખુલશે. આ સમય દરમિયાન વેપારી વર્ગને કામકાજમાં લાભ થશે. જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થવા લાગશે. પ્રેમ જીવન માટે સારો સમય. સંબંધો મજબૂત થશે.
આ પણ વાંચો: Numerology: લગ્નની તારીખ પરથી જાણો પત્ની જીવનભર પ્રેમ કરશે કે થતી રહેશે તકરાર
તુલા રાશિ
તુલા રાશિ માટે પણ ગુરુનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થશે. ગુરુનું ગોચર ભાગ્ય સ્થાનમાં થશે જેના કારણે ભાગ્યોદય થઈ શકે છે. કામકાજ સંબંધિત યાત્રા કરવી પડી શકે છે. આ સમય દરમિયાન કારકિર્દીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થઈ શકે છે. વેપારી વર્ગને વેપારનો વિસ્તાર કરવાની તક મળશે.આ સમય દરમિયાન ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
આ પણ વાંચો: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભયોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરીમાં થશે પ્રગતિ
મિથુન રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન મિથુન રાશિ માટે પણ સકારાત્મક સાબિત થશે. ગુરુનું ગોચર લગ્ન ભાવમાં થવાનું છે તેથી વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે. લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થશે. નોકરી કરતા લોકોને લાભ મળવાના યોગ છે. બેરોજગારોને સારી નોકરી મળી શકે છે. અવિવાહિક લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમય દરમિયાન પાર્ટનરશીપમાં કામ કરવાથી લાભ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે