Guru Vakri 2023: બૃહસ્પતિને દેવતાઓના ગુરુ કહેવાય છે. બધા જ ગ્રહોમાં ગુરુ સૌથી મોટો અને મહત્વપૂર્ણ ગ્રહ છે. વ્યક્તિના જીવનમાં ગુરુ જ્ઞાન ધર્મ શિક્ષા સંતાન પતિ સમૃદ્ધિ નો કાર્યક્રમ માનવામાં આવે છે. 4 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે ગુરુ ગ્રહ મેષ રાશિમાં વક્રી થશે. એટલે કે 4 સપ્ટેમ્બર થી ગુરુ ગ્રહ ઉલટી ચાલ ચાલશે. આ અવસ્થામાં ગુરુ ગ્રહ 31 ડિસેમ્બર સુધી રહેશે અને 31 ડિસેમ્બરે ગુરુ ફરીથી માર્ગી થશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહના વક્રી થવાથી 12 રાશિના લોકો ઉપર વ્યાપક પ્રભાવ જોવા મળશે. ગુરુના વક્રી થવાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના લોકોને નોકરી સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થશે.
સપ્ટેમ્બર મહિનાની ભાગ્યશાળી રાશિઓ
આ પણ વાંચો:
બુધ અને શુક્ર સપ્ટેમ્બર મહિનામાં થશે માર્ગી, 4 રાશિના લોકોને ચારે તરફથી મળશે લાભ
અઠવાડિયાના આ દિવસે વાળ ધોવાથી વધે છે સુંદરતા અને દુર થાય છે ગરીબી
રોજ કરો આ 5 માંથી કોઈ 1 સૂર્ય મંત્રનો જાપ, ગણતરીના દિવસોમાં પલટી મારશે તમારું ભાગ્ય
મેષ રાશિ
જે લોકો વિદેશમાં સ્થાયી થવાના પ્રયત્નો કરી રહ્યા છે તેમને સફળતા મળશે. ગુરુનું વક્રી થવું આ રાશિના લોકોને લાભ કરાવશે. આ રાશિના લોકો પોતાની જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરશે. ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. બધી જ મનોકામના પૂર્ણ થશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણની બાબતમાં સાવધાની રાખવી.
ધન રાશિ
ગુરુ ગ્રહના વક્રી થવાથી આ રાશિના લોકોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કરતા લોકોને સારી તક પ્રાપ્ત થશે. ગુરુનું વક્રી થવું કારકિર્દી સંબંધિત સમસ્યા દૂર કરશે.. જોકે આ સમય દરમિયાન વધારાના ખર્ચથી શક્ય હોય તેટલું બચવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે