Home> Spiritual
Advertisement
Prev
Next

આવનારા 294 દિવસ સુધી આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, ગુરુની એક ચાલ તમને કરાવશે ધનના ઢગલા!

6 જૂનથી ગુરુ ઉદિત અવસ્થામાં જ ગોચર કરી રહ્યો છે જે આગામી વર્ષ 12 જૂન સુધી રહેશે. ત્યારે ગુરુની ઉદિત અવસ્થામાં ગોચર કરવાથી કઈ રાશિઓનું ભાગ્ય પલટાઈ શકે છે તે ખાસ જાણો. 

આવનારા 294 દિવસ સુધી આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, ગુરુની એક ચાલ તમને કરાવશે ધનના ઢગલા!

ગુરુ ગ્રહ હાલ શુક્રની રાશિમાં છે. ગુરુની ચાલ બદલાય ત્યારે તેની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. હાલ ગુરુ ઉદિત અવસ્થામાં ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે આખુ વર્ષ ગુરુ ઉદિત અવસ્થામાં જ રહેશે. વર્ષ 2025ના જૂન મહિનામાં ગુરુ અસ્ત થઈ જશે. 6 જૂનથી ગુરુ ઉદિત અવસ્થામાં જ ગોચર કરી રહ્યો છે જે આગામી વર્ષ 12 જૂન સુધી રહેશે. ત્યારે ગુરુની ઉદિત અવસ્થામાં ગોચર કરવાથી કઈ રાશિઓનું ભાગ્ય પલટાઈ શકે છે તે ખાસ જાણો. 

fallbacks

કન્યા રાશિ
ગુરુના ઉદિત અવસ્થામાં ગોચર કરવાથી કન્યા રાશિના જાતકોને લાભ થશે. તમારા અટકેલા કામ પાછા બનવા લાગશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે અનેક જરૂરી ટાસ્ક મળી શકે છે. જેને તમારે સારી રીતે પાર પાડવાના રહેશે. સમૃદ્ધિનું આગમન થશે. કામ માટે વિદેશ પ્રવાસ થઈ શકે છે. સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળશે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા પોતાની રાશિમાં ધન અને વિવાહના કારક ગુરુની ઉદિત અવસ્થા શુભ માનવામાં આવી રહી છે. તમારી આર્થિક સ્થિતિ પણ પહેલા  કરતા સારી થશે. ખર્ચા જો કે વધી શકે છે. આથી તમારે બજેટનું ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન નવા કાર્યોની શરૂઆત શુભ રહેશે. લગ્નજીવન પણ મધુર રહેશે. 

સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે ઉદિત અવસ્થામાં ગુરુનું ગોચર કરવાનું ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રમાં વિદેશી ડીલ મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલી ધીરે ધીરે સમાપ્ત થશે. ગુરુના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ સુધરી જશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More