Home> Spiritual
Advertisement
Prev
Next

Guru Surya Yuti: મિથુન રાશિમાં સૂર્ય-ગુરુની યુતિથી સર્જાશે પાવરફુલ યોગ, સોનાની જેમ ચમકવા લાગશે 5 રાશિઓનું ભાગ્ય

Guru Surya Yuti Rashifal: 14 મે 2025 થી ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ ગ્રહોના રાજા સૂર્ય પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. એક જ રાશિમાં ગુરુ અને સૂર્યના ગોચરથી પાવરફુલ ગુરુ આદિત્ય યોગ સર્જાશે જે આ 5 રાશિઓને શુભ ફળ આપશે.
 

Guru Surya Yuti: મિથુન રાશિમાં સૂર્ય-ગુરુની યુતિથી સર્જાશે પાવરફુલ યોગ, સોનાની જેમ ચમકવા લાગશે 5 રાશિઓનું ભાગ્ય

Guru Surya Yuti Rashifal: દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્યની યુતિ બને છે ત્યારે ગુરુ આદિત્ય યોગ બને છે. જ્યારે સૂર્ય અને બૃહસ્પતિ એક જ રાશિમાં હોય એટલે કે એક જ ઘરમાં હોય ત્યારે આવો યોગ બને છે. સૂર્ય અને ગુરુ બંને શુભ અને શક્તિશાળી ગ્રહ છે. આ બંને ગ્રહનો એક રાશિમાં હોવું ફળદાયી અને શુભ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિમાં ટૂંક સમયમાં જ સૂર્ય અને ગુરુની યુતી બનશે. આ યુતી 12 વર્ષ પછી બનવા જઈ રહી છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 3 મે 2025: મેષ અને મિથુન રાશિ માટે દિવસ શુભ, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે

અનુસાર 14 મે 2025 ના રોજ ગુરુ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 15 જુન 2025 ના રોજ સૂર્ય પણ મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં સૂર્ય અને ગુરુ એક સાથે ગોચર કરીને ગુરુ આદિત્ય યોગનું નિર્માણ કરશે. આ યુતીની શુભ અસર આમ તો દરેક રાશિ પર પડશે પરંતુ આ 5 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. 

આ પણ વાંચો: મિથુન સહિત 3 રાશિઓની સફળતા અને જાહોજલાલી જોતા રહી જાશે લોકો, શનિ ધનના ઢગલે બેસાડશે

મેષ રાશિ 

ગુરુ આદિત્ય યોગ મેષ રાશિના લોકોને કરિયર અને વેપારમાં લાભ કરાવશે. આ સમય દરમિયાન કાર્ય સ્થળ પર પ્રગતિ થશે. પ્રમોશન કે સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. વિદેશ વેપાર, આયાત, નિકાસ અથવા તો ટેકનિકલ ક્ષેત્રમાં લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. 

આ પણ વાંચો: Budh Gochar: મંગળની રાશિ મેષમાં બુધ કરશે પ્રવેશ, 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે

સિંહ રાશિ 

સિંહ રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગ શુભ રહેશે. નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યોમાં જવાબદારી મળી શકે છે. સામાજિક અને વ્યવસાયિક પ્રતિષ્ઠા બનશે. રોકાણથી લાભ થશે. પારિવારિક ક્ષેત્રે શાંતિ અને સુખ મળશે. 

વૃશ્ચિક રાશિ 

ગુરુ આદિત્ય યોગ વૃશ્ચિક રાશિના લોકોને સ્થિરતા અને માનસિક શાંતિ પ્રદાન કરશે. સંપત્તિ સંબંધિત મામલે સફળતા મળશે. સંપત્તિમાં કરેલું રોકાણ લાભદાયક રહેશે. લાંબા સમયની પરેશાનીઓનો અંત આવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. 

આ પણ વાંચો: Chanakya Niti: ચાણક્ય નીતિની આ 4 વાતો અપનાવે તે જીવનના દરેક ક્ષેત્રમાં થાય સફળ

મકર રાશિ 

મકર રાશિના લોકોને કરિયરમાં લાભ અને આર્થિક ઉન્નતીનો અવસર મળશે. લાંબા સમયથી કાર્યોમાં જે વિલંબ ચાલી રહ્યો હતો તે પૂરો થશે. વેપારી વર્ગ માટે સમય અત્યંત શુભ. સૂર્ય અને ગુરુના પ્રભાવથી કરેલા પ્રયત્નોનું અનેક ગણું વધારે ફળ મળશે. 

આ પણ વાંચો: મે મહિનામાં મંગળ બદલશે નક્ષત્ર, 3 રાશિઓનું સંચિત ધન વધશે, નોકરી-વેપાર માટે શુભ સમય

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે પણ આ યોગ અત્યંત ફળદાયી સિદ્ધ થશે. આ સમય દરમિયાન ભાગ્ય પ્રબળ રહેશે અને નવી શરૂઆત સફળ થશે. નોકરી કરતા લોકો માટે અત્યંત અનુકૂળ સમય. નોકરીમાં ઊંચું પદ મળી શકે છે. સામાજિક અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે. આ સમયે દરમિયાન જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More