નવી દિલ્હીઃ સમય-સમય પર ગ્રહ રાશિ પરિવર્તન કરતા રહે છે, જેના શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામ પ્રાપ્ત થાય છે. યશ અને વૈભવના કારક આ સમયે મેષ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. 4 સપ્ટેમ્બરથી ગુરૂ મેષ રાશિમાં વક્રી ચાલમાં ગોચર કરી રહ્યાં છે. તો ગુરૂની આ ઉલ્ટી ચાલ 31 ડિસેમ્બર સુધી રહેવાની છે. લગભગ 12 વર્ષ બાદ મેષ રાશિમાં વક્રી ગુરૂનો પ્રભાવ કેટલાક જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. તેથી આવો જાણીએ કે 31 ડિસેમ્બર સુધી ગુરૂની ઉલ્ટી ચાલ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
31 ડિસેમ્બર સુધી મિથુન રાશિના જાતકો માટે ગુરૂની વક્રી ચાલ શુભ માનવામાં આવી રહી છે. ગુરૂની ઉલ્ટી ચાલ આ રાશિના જાતકોના ભાગ્યોદયનું કારણ બનશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. જે લોકો ઈન્ટરવ્યૂ આપી રહ્યાં છે તેને શુભ સમાચાર મળી શકે છે. તો બિઝનેસમાં પ્રોફિટ થવાની સંભાવના છે.
મેષ રાશિ
મેષ રાશિમાં ગુરૂ ઉલ્ટી ચાલમાં ગોચર કરી રહ્યાં છે, જે આ જાતકો માટે લાભકારી સાબિત થશે. ગુરૂના શુભ પ્રભાવથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે. બિઝનેસમાં નવી રણનીતિ બનાવશો તો તેમાં સફળતા મળશે. નોકરી કરી રહેલા લોકોને પોતાના સુપીરિયરનો ભરપૂર લાભ મળશે.
આ પણ વાંચોઃ Astro Tips: જો હાથમાં આવેલા રુપિયા ટકતા ન હોય તો અજમાવો ધન સંબંધિત આ અચૂક ટોટકા
કુંભ રાશિ
ગુરૂની ઉલ્ટી ચાલ કુંભ રાશિના જાતકો માટે ખુબ શુભ માનવામાં આવી રહી છે. વેપાર કરી રહેલા લોકોને સારો નફો થઈ શકે છે. તો નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના છે. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. બાળકોનો ભરપૂર સાથ મળશે. કુંભ રાશિની મહિલાઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે.
ડિસ્કેલમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે