Home> Spiritual
Advertisement
Prev
Next

Mysterious Temple: તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે ચૌસઠ યોગિની મંદિર, રાત્રે કોઈ ન કરી શકે મંદિરમાં પ્રવેશ

Mysterious Temple: ભારતમાં કેટલાક પ્રાચીન અને રહસ્યમય મંદિર પણ આવેલા છે. આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આવું જ એક પ્રાચીન અને રહસ્યમય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મંદિર ચૌસઠ યોગિની મંદિર તરીકે પ્રખ્યાત છે. 

Mysterious Temple: તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે ચૌસઠ યોગિની મંદિર, રાત્રે કોઈ ન કરી શકે મંદિરમાં પ્રવેશ

Mysterious Temple: ભારત દેશ પરંપરા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં પૂજા પાઠ અને મંદિરોનું વિશેષ મહત્વ છે. ભારતમાં કેટલાક પ્રાચીન અને રહસ્યમય મંદિર પણ આવેલા છે. આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આવું જ એક પ્રાચીન અને રહસ્યમય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મંદિર ચૌસઠ યોગિની મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિરને તાંત્રિક વિધિની યુનિવર્સિટી પણ કહેવાય છે. આજે તમને આ અદભુત મંદિર સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો વિશે જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત

ચૌસઠ યોગિની મંદિરની ખાસિયત

ચૌસઠ યોગિની મંદિર દેવી યોગીનીને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ 9 મી અને 12 મી શતાબ્દી વચ્ચે થયું હોવાની માન્યતા છે. આ મંદિર તેના અદૃતીય ગોળાકાર આકાર અને ખુલ્લી હવાની અવરજવર થાય તેવા બાંધકામના કારણે પ્રખ્યાત છે. આ મંદિરમાં ચૌસઠ રૂમ આવેલા છે. જે દરેકમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.

કોણ છે ચૌસઠ યોગિની ? 

ચૌસઠ યોગિનીને માં કાલીનો અવતાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવી કાલીએ ઘોર નામના રાક્ષસનો અંત કરવા માટે આ ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચો: Ramlala: કૃષ્ણા નદીમાંથી મળી રામલલ્લાની મૂર્તિ જેવી જ વિશેષતા ધરાવતી પ્રાચીન મૂર્તિ

સૌથી રહસ્યમયી મંદિર

એવું કહેવાય છે કે ચૌસઠ યોગિનીઓ અત્યંત શક્તિશાળી હોય છે. તેમની પૂજાથી તંત્ર મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ભારતમાં માત્ર ચાર જ્ઞાત ચૌસઠ યોગિની મંદિર છે. જેમાં આ મંદિર વિશે ઇતિહાસકારોનું માનવું છે કે આ મંદિર સૌથી જૂનું મંદિર છે. અહીં પહેલા ચૌસઠ યોગિનીઓની મૂર્તિ પણ હતી જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હતા.

આ પણ વાંચો: Karj Mukti Upay: બસ આ એક ઉપાય કાફી છે... ઉધારી અને કરજના ચક્કરમાંથી આવી જશો બહાર

મંદિર વિશે લોકોની માન્યતા

ચૌસઠ યોગિની મંદિરને લઈને અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે પણ આ મંદિર શંકર ભગવાનની તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે. આ મંદિરમાં કોઈને પણ રાત્રે રોકાવાની પર વાનગી નથી. 

આ પણ વાંચો: હળદરના આ અચૂક ઉપાયો કોઈને પણ બનાવી શકે ધનવાન, કરવાની સાથે જ ઘરમાં વધવા લાગશે આવક

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More