Home> Spiritual
Advertisement
Prev
Next

Holi 2025: મેષથી મીન રાશિના લોકોએ હોળી પર આ રંગોનો કરવો જોઈએ ઉપયોગ...સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

Holi 2025 : હોળીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરતા હોય છે. આ વર્ષે હોળીનો તહેવાર કેટલીક જગ્યાએ 14 માર્ચે અને કેટલીક જગ્યાએ 15 માર્ચે ઉજવવામાં આવશે. ત્યારે આ દિવસે રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે શુભ છે તેના વિશે આ લેખમાં જાણીશું. 

Holi 2025: મેષથી મીન રાશિના લોકોએ હોળી પર આ રંગોનો કરવો જોઈએ ઉપયોગ...સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

Holi 2025 : આ વર્ષે હોળીનો તહેવાર કેટલીક જગ્યાએ 14 માર્ચે અને કેટલીક જગ્યાએ 15 માર્ચે ઉજવવામાં આવશે. 13 માર્ચ, ગુરુવારે હોલિકા પૂજન અને દહન કરવામાં આવશે. હોલિકા દહન ભદ્રા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. કાશી પ્રદેશમાં 14 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે. 15મી માર્ચ શનિવારના રોજ કાશીમાં સર્વત્ર હોલિકોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે. હોળીના દિવસે રંગોથી રમવાની પરંપરા છે. આ દિવસે રાશિ પ્રમાણે રંગોથી રમીને ગ્રહોની સ્થિતિને મજબૂત બનાવી શકાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, હોળીના દિવસે તમારા માટે કયા રંગથી રમવું શુભ રહેશે. 

fallbacks

હોળી દહન થઈ જાય પછી આ રીતે પૂજા કરવાની હોય, જાણો પૂજામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે

મેષથી લઈને મીન રાશિના લોકોએ હોળી પર આ રંગોનો ઉપયોગ કરવો જોઈએ

ગ્રહો અને નક્ષત્રો અનુસાર રંગોનો ઉપયોગ સુખ-શાંતિમાં વધારો કરે છે. તમારી રાશિ પ્રમાણે રંગોનો ઉપયોગ જ્યોતિષની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. મેષ અને વૃશ્ચિક રાશિના લોકોનો સ્વામી મંગળને માનવામાં આવે છે. તેથી લાલ, કેસરી અને ગુલાબી ગુલાલનો ઉપયોગ કરી શકાય. વૃષભ અને તુલા રાશિવાળા લોકોનો સ્વામી શુક્ર છે. આ લોકોએ સફેદ, સિલ્વર અને મેટ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. 

હોળી પર લોહી જેવો લાલચોળ દેખાશે ચાંદ, એક બાજુ છવાશે અંધારું, જાણો તેના પાછળનું રહસ્ય

બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે, તેમના માટે લીલા રંગનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કર્ક રાશિના જાતકોનો સ્વામી ચંદ્ર હોવાથી તેમના માટે સફેદ અને સિલ્વર રંગનો ઉપયોગ ખૂબ જ શુભ રહેશે. સિંહ રાશિના જાતકો માટે નારંગી, પીળો કે લાલ રંગનો ઉપયોગ કરવો શુભ રહેશે. ધન અને મીન રાશિના સ્વામી ગુરુ છે, તેમના માટે હોળી રમતી વખતે પીળા અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ. મકર અને કુંભ રાશિવાળા લોકોએ વાદળી રંગનોઉપયોગ કરવો જોઈએ. તેની સાથે બ્લેક અને ગ્રે કલરનો પણ ઉપયોગ કરી શકાય છે.

ડિસ્કલેમર - અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More