Maha Shivratri Puja: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શિવ ભક્તો શિવજીની પૂજા કરે છે. ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીનો પર્વ શિવજીની પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવાશે. મહાશિવરાત્રી પર્વનું સમાપન 27 ફેબ્રુઆરી 2025 ના રોજ થશે.
આ પણ વાંચો: મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા વિશેષ વસ્તુઓ સાથે કરવામાં આવે તો શિવજી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આજે તમને મહાશિવરાત્રીની પૂજાના કેટલાક ઉપાયો વિશે જણાવીએ. મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજાનું મુહૂર્ત સવારે 6.47 મિનિટથી શરુ થઈ જશે જે 9.42 સુધી રહેશે. ત્યારબાજ 11.6 મિનિટથી બીજું મુહૂર્ત શરુ થશે જે 12.35 મિનિટ સુધી રહેશે. સાંજના સમયે 3.25 મિનિટથી શુભ સમય છે જે 6.08 મિનિટ સુધી રહેશે. રાત્રે જળાભિષેકનો સમય 8.54 થી શરુ થશે જે 12.01 મિનિટ સુધી ચાલશે.
આ પણ વાંચો: બુધ ગ્રહે બદલી ચાલ, 5 રાશિને થશે જબરદસ્ત લાભ, ધન-સંપત્તિ સાથે વધશે પ્રતિષ્ઠા
મહાદેવની પૂજામાં આ વસ્તુઓ કરવી અર્પણ
રુદ્રાક્ષ
મહાશિવરાત્રીની પૂજામાં શિવજીને રુદ્રાક્ષ ચઢાવવો જોઈએ. તેનાથી સુખ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષનો સંબંધ નવગ્રહ સાથે પણ છે. રુદ્રાક્ષ ધારણ કરવો હોય તો પણ મહાશિવરાત્રીનો પર્વ શુભ છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રી પર વર્ષો પછી એકસાથે સર્જાશે 3 શુભ યોગ, 3 રાશિઓ પર મહાદેવ રહેશે મહેરબાન
બીલીપત્ર
શિવજીને બીલીપત્ર પણ પ્રિય છે. શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. શિવલિંગ પર બીલીપત્રને ઊંધું ચઢાવવું જોઈએ.
આ પણ વાંચો: આ 6 માંથી કોઈ 1 સંકેત મળે તો સમજી લેજો હનુમાનજી થઈ ગયા છે પ્રસન્ન, ભાગ્ય પલટી મારશે
ભસ્મ
શિવજીને પૂજામાં ભસ્મ અર્પણ કરવી અનિવાર્ય છે. ભસ્મનું ધાર્મિક મહત્વ પણ છે. શિવજીને મહાશિવરાત્રી પર ભસ્મ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે.
આ પણ વાંચો: આ 4 રાશિઓ મહાદેવને અત્યંત પ્રિય, હંમેશા બચાવી લે છે સંકટથી, ધનની તંગી સર્જાતી નથી
દૂધ અને દહીં
મહાશિવરાત્રી પર શિવજીની પૂજા શ્રદ્ધાથી કરવી અને તેમનો દૂધથી અભિષેક કરવો જોઈએ. તેનાથી સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે