Home> Spiritual
Advertisement
Prev
Next

કેવી રીતે ખબર પડશે કે નજર લાગી છે? જાણી શકાશે આ 4 લક્ષણો પરથી, આવી રીતે મેળવી શકાશે મુક્તિ

નજર લાગે તો કોઈના પણ જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. જેના કારણે તેના પર ખરાબ શક્તિઓનો ઓછાયો થવા લાગે છે. જેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી થઈ રહેલા કામ બગડવા લાગે છે.

કેવી રીતે ખબર પડશે કે નજર લાગી છે? જાણી શકાશે આ 4 લક્ષણો પરથી, આવી રીતે મેળવી શકાશે મુક્તિ

Evil Eye: નજર લાગે તો કોઈના પણ જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. જેના કારણે તેના પર ખરાબ શક્તિઓનો ઓછાયો થવા લાગે છે. જેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી થઈ રહેલા કામ બગડવા લાગે છે. વ્યક્તિ બીમાર અને થાકેલું રહે છે. અને પરિવારમાં સમસ્યાઓ વધે છે. આ સાથે જ અનેક અનચાહી ઘટનાઓ થાય છે.

fallbacks

એવું કહેવામાં આવે છે ખરાબ નજર લાગવાથી જીવનમાં અનેક મુસીબતો આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે, તમને ખબર કેવી રીતે પડે તે ખરાબ નજર લાગી છે અને જીવનમાં અચાનક આવેલી પરેશાનીના અનેક કારણો છે. તેના માટે તમે આ ચાર લક્ષણો જાણી લો.

લક્ષણો

1. જ્યારે કોઈને નજર લાગે છે તો તેની સાથે અણગમતી ઘટનાઓ બનવા લાગે છે. તે પહેલા કરતા વધુ બીમાર રહે છે અને તમને થાક લાગે છે.

2. જ્યારે કોઈને નજર દોષ અસર કરે છે તો તેને દરેક ક્ષેત્રમાં નિરાશાનો સામનો કરવો પડે છે અને તેને ગભરામણ થાય છે.

3. માથાનો દુઃખાવો અને ભારેપણું પણ નજર લાગવાના લક્ષણ છે. માથામાં દુખાવો થવાના કારણે વ્યક્તિને હંમેશા ગભરામણ થાય છે.

4. નજર દોષના  કારણે વ્યક્તિને ઉંઘની સમસ્યા અને બેચેની શરૂ થઈ જાય છે. સાથે જ કામમાં મન ન લાગવું એ પણ નજરનું લક્ષણ છે.

આવી રીતે નજર દોષથી મેળવો મુક્તિ

- નજર દોષથી બચવા માટે રાહુ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવાથી લાભ થાય છે.

- નજર દોષથી બચવા માટે બુધવારે સપ્તધાન્ય એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરો.

- જે લોકોને વારંવાર નજર લાગવાથી નુકસાન થાય છે તેઓ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.

- નજર દોષને ખતમ કરવા માટે હનુમાનજીના મંદિરમાં જઈ તેમને ખભાનું સિંદૂર માથા પર લગાવો.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More