Home> Spiritual
Advertisement
Prev
Next

પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

Tulsi Upay: જે લોકો સવારે અને સાંજે તુલસીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે તેમના જીવનમાં સમસ્યાઓ ટકતી નથી. જ્યોતિષશાસ્ત્રમાં પણ એવા કેટલાક ઉપાયો દર્શાવાયા છે જેને કરવાથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થાય છે. 

પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

Tulsi Upay: સનાતન ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સુખ સમૃદ્ધિ વધે છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવાથી આર્થિક સમસ્યાઓથી બચી શકાય છે. ખાસ કરીને આંગણામાં તુલસી રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને શુદ્ધ વાતાવરણ જળવાઈ રહે છે. જે લોકો સવારે અને સાંજે તુલસીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે તેમના જીવનમાં સમસ્યાઓ ટકતી નથી. જ્યોતિષશાસ્ત્રમાં પણ એવા કેટલાક ઉપાયો દર્શાવાયા છે જેને કરવાથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થાય છે. 

fallbacks

આ પણ વાંચો : 

આ કારણથી વૈશાખ મહિનો ગણાય છે અત્યંત પવિત્ર, આ ઉપાયો કરવાથી મળશે અઢળક લાભ

સૂર્ય ગ્રહણ સમયે થશે 2 ગ્રહોનું પરિવર્તન, આ રાશિના લોકોને રહેવું પડશે સાવધાન

રવિવારના દિવસે જરૂરથી કરવા આ ઉપાય, સૂર્યદેવની થશે કૃપા અને જીવનમાં વધશે સુખ-શાંતિ

તુલસીના પાનના ચમત્કારી ઉપાય

1. તુલસીના 11 પાન તોડી તેને ધોઈ લેવા. ત્યાર પછી સિંદૂરમાં સરસવનું તેલ મિક્સ કરી આ તુલસીના પાન ઉપર રામ નામ લખવું. ત્યાર પછી આ પાનની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરવી. આમ કરવાથી મનની ઈચ્છા હનુમાનજી પૂરી કરે છે.

2. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધી પર્સ અથવા તો તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધનની આવક વધે છે અને પરિવાર સમૃદ્ધ થાય છે.

3. જો ઘરમાં કદાચ થતો હોય તો તુલસીના ચાર પાંચ પાન તોડી સાફ કરી લેવા. ત્યાર પછી પિત્તળ ના લોટા માં પાણી ભરી તેમાં આ તુલસીના પાન ઉમેરો. તેને મંદિરમાં થોડીવાર રાખો અને પછી ઘરના મુખ્ય દરવાજા અને અન્ય જગ્યાઓ પર આ પાણી છાંટો. 

4. જો તમે ઈચ્છો છો કે તમારો ભાગ્યોદય થાય તો તેના માટે લોટમાંથી એક દીવો બનાવવો. તેમાં ઘી પૂરી અને ચપટી હળદર ઉમેરી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રજવલિત કરો.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More