Shiv Puja Rule: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ દરમિયાન શિવ ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન જોવા મળે છે. શ્રાવણ માસ મહાદેવને અતિપ્રિય છે જે પણ વ્યક્તિ શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ કરે છે તેના પર ભોળાનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે. ભક્તો શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા તેમની પૂજા અર્ચના સિવાય શ્રાવણ મહિનાનું વ્રત પણ કરતા હોય છે.
આ પણ વાંચો: Money: કયા કારણોસર અટકી જાય છે બરકત ? જાણો રુઠેલી લક્ષ્મીને મનાવવાના સરળ ઉપાયો
શ્રાવણ મહિનામાં અને સામાન્ય દિવસોમાં પણ જ્યારે શિવજીની પૂજા કરી લેવામાં આવે છે તો ઘણા ભક્તો મંદિરમાં ત્રણ વખત તાળી વગાડે છે. આવું તમે પણ જોયું હશે પરંતુ શિવ પૂજાના આ વિશેષ નિયમ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે તમને જણાવીએ કે શિવપૂજા કર્યા પછી મંદિરમાં બેસીને જ ત્રણ તાળી વગાડવી શા માટે જરૂરી છે ?
આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં સૂર્ય 3 વખત બદલશે ચાલ, 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે
શિવજી સામે બેસીને ત્રણ તાળી વગાડવા પાછળ 3 ભાવ જોડાયેલા હોય છે. પહેલી તાળી વગાડી ભક્ત શિવજી સામે પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. બીજી તાળી વગાડી ભક્તો શિવજીને પ્રાર્થના કરે છે. ત્રીજી તાળી ભક્ત એ ભાવથી વગાડે છે કે પૂજામાં ભૂલચૂક થઈ હોય તો તેને શિવજી ક્ષમા કરે અને પોતાના ચરણોમાં સ્થાન આપે.
આ પણ વાંચો: અમીર લોકો ઘરની દક્ષિણ દિશામાં રાખે છે આ 4 વસ્તુઓ, ઘરમાં વધે ધનની આવક અને સંપત્તિ
જોકે એ વાત જાણવી પણ મહત્વની છે કે દર વખતે શિવજીની સામે ત્રણ તાળી વગાડવાની નથી હોતી. સવારે અથવા સાંજના સમયે પૂજા કર્યા પછી જ 3 તાળી વગાડવી. આ સિવાય દર્શન કરતી વખતે તાળી ન વગાડવી તેનાથી શિવજીનું ધ્યાન ભંગ થાય છે.
3 તાળી વગાડવાની સાચી વિધિ ?
આ પણ વાંચો: બેલ્ટ વાળી કે ચેઈન વાળી બે માંથી કઈ ઘડિયાળ પહેરવી શુભ ? ભાગ્ય સાથે ઘડિયાળનો છે સંબંધ
ભગવાન શિવના મંદિરમાં જઈ તેમને જળ અર્પણ કરી, પૂજા કરી પ્રાર્થના કરવા માટે આ રીતે તાળી વગાડવી. જેમાં સૌથી પહેલા એક તાળી વગાડી ભગવાનનું ધ્યાન કરો. ત્યારબાદ બીજી તાળી વગાડી પોતાની કામના ભગવાન સામે આંખ બંધ કરી વ્યક્ત કરો. ત્યારબાદ ત્રીજી તાળી વગાડી ભગવાન પાસે ક્ષમા માંગે પોતાના પર કૃપા કરવાની પ્રાર્થના કરી પગે લાગો.
આ પણ વાંચો: Shakun Apshakun: હાથમાંથી સિંદૂર ઢોળાઈ જાય, મંગળસૂત્ર તુટી જાય તો શું થાય અર્થ ?
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામે રામસેતુનું નિર્માણ કરતાં પહેલાં શિવજીની પૂજા કરી હતી અને ત્રણ તાળી વગાડી હતી. ત્યાર પછી રામસેતુનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. લંકાપતિ રાવણ એ પણ શિવજીની આરાધના કરી પછી ત્રણ તાળી વગાડી હતી ત્યાર પછી જ શિવજી પ્રસન્ન થયા અને રાવણને લંકાનું રાજપાટ મળ્યું હતું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે