Home> Spiritual
Advertisement
Prev
Next

Itra Remedies: અત્તરના આ ટોટકાથી શુક્ર થશે એક્ટિવેટ, રાતોરાત અમીર બની શકે છે વ્યક્તિ, થશે છપ્પરફાડ ધન લાભ

Itra Remedies To Attract Money: તમારા જીવનમાં રાતોરાત ધનની આવક વધવા લાગે એવી ઈચ્છા હોય તો અત્તરના આ ટોટકા અજમાવી જુઓ. આ ટોટકા સામાન્ય એવા અત્તરથી કરવાના હોય છે અને તેને કરવાથી શુક્ર ગ્રહ એક્ટિવેટ થઈ જાય છે. અને એકવાર શુક્ર એક્ટિવ થઈ જાય તો જીવનમાં એટલું ધન મળે છે કે તેની કલ્પના પણ કરી ન શકાય.
 

Itra Remedies: અત્તરના આ ટોટકાથી શુક્ર થશે એક્ટિવેટ, રાતોરાત અમીર બની શકે છે વ્યક્તિ, થશે છપ્પરફાડ ધન લાભ

Itra Remedies To Attract Money: જીવનની સમસ્યાઓનો અંત આવતો ન હોય, એવું લાગતું હોય કે જાણે સુખ, સમૃદ્ધિ તમને ભુલી જ ગયા છે તો પછી અત્તરનો આ ટોટકા અજમાવવાનો સમય આવી ગયો છે. જીવનમાં ધન, વૈભવ, પ્રેમની ખામી શુક્ર ગ્રહની ખરાબ સ્થિતિના કારણે હોય શકે છે. જો શુક્ર ગ્રહ એક્ટિવ થઈ જાય તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રેમ વધે છે. 

fallbacks

આ પણ વાંચો: Shani Gochar: 5 રાશિઓ માટે ઘોર સંકટનો સમય થશે શરુ, અઢી વર્ષ સુધી શનિ ભારે કષ્ટ આપશે

અત્તર જે 50 રૂપિયામાં મળી જતી સામાન્ય વસ્તુ છે તે શુક્ર ગ્રહને એક્ટિવ કરી શકે છે. અત્તરના કેટલાક ઉપાયો એટલા ચમત્કારી સાબિત થાય છે કે તેનાથી વ્યક્તિનો અમીર બનવાનો રસ્તો ખુલી જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ શુક્રને એક્ટિવ કરવાના ઉપાયો કયા કયા છે. 

આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં સૂર્ય-મંગળ બદલી દેશે આ રાશિઓનું જીવન, કરિયર-વેપારમાં થશે પ્રગતિ

ધનની સમસ્યા દુર કરશે અત્તર

આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પર ભુરા રંગનું પર્સ ખરીદો. ઘરે આવીને કોઈપણ ચલણી નોટ પર ચંદનનું અત્તર લગાવી તે પર્સમાં રાખી દો. આ પર્સ માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. માતા લક્ષ્મીની પૂજા કરી તે પર્સનો ઉપયોગ કરો. પરંતુ અત્તર લગાવેલી નોટ વાપરવી નહીં. તેને હંમેશા પર્સમાં જ રાખો.

આ પણ વાંચો: જૂનું ફર્નીચર લેતા પહેલા સો વખત વિચારજો, ખરાબ વસ્તુ હશે તો ઘરનું ધનોત પનોત નીકળી જશે

પ્રેમ લગ્નની બાધા દુર કરવાનો ઉપાય

શુક્ર ખરાબ હોય તો વ્યક્તિને પ્રેમ સંબંધોમાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાને દુર કરવા સફેદ કપડા પહેરી મંદિરમાં જવું અને ત્યાં ગુલાબ અથવા ચમેલીનું અત્તર ભગવાનને અર્પણ કરી આવવું. તેનાથી દાંપત્યજીવનની સમસ્યા હશે તો તે પણ દુર થશે અને પ્રેમલગ્નમાં બાધા આવતી હશે તો તે પણ દુર થશે.

આ પણ વાંચો: શનિની સાડાસાતી અને ઢૈયાનો અશુભ પ્રભાવ થશે દુર, શનિશ્ચરી અમાસ પર કરી લેજો આ સરળ કામ

પતિ-પત્નીના સંબંધો સુધારવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પતિ-પત્નીમાં રોજ ઝઘડા થતા હોય તો અત્તરનો આ ઉપાય સંબંધોને મધુર બનાવી શકે છે. તેના માટે હરશ્રૃંગારનું અત્તર લેવું અને ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરી દેવું. તેનાથી પતિ-પત્ની વચ્ચેની સમસ્યા દુર થાય છે. 

આ પણ વાંચો: Mangal Gochar 2025 : એપ્રિલ મહિનો 3 રાશિઓ માટે શુભ, છપ્પરફાડ ધન લાભ કરાવશે મંગળ

હનુમાનજીને પ્રસન્ન કરવાનો ઉપાય

જીવનમાં હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો મંગળવારે અત્તરનો આ સરળ ઉપાય કરવો. તેના માટે મંગળવારે હનુમાનજીની મૂર્તિના બંને ખભ્ભા પર કેવડાનું અત્તર ચઢાવવું. તેનાથી જીવનની સમસ્યાઓનો અંત આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More