Jagannath Rath Yatra 2025: પુરી, ઓડિશા સહિત દેશભરમાં સ્નાન પૂર્ણિમાનો પર્વ ધામધૂમથી ઉજવાયો. આ ખાસ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પવિત્ર સ્નાન યાત્રા સંપન્ન થઈ. સ્નાન યાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રા ઉત્સવની શરુઆતનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે સ્નાન યાત્રા પછી ભગવાન જગન્નાન બીમાર પડી જાય છે તેથી તેઓ 15 દિવસ આરામ કરે છે. આ પરંપરા પાછળ શું કારણ છે ચાલો જાણીએ.
આ પણ વાંચો : દૈનિક રાશિફળ 12 જૂન 2025: મીન રાશિના લોકોને આજે આર્થિક મામલામાં ભાગ્ય સાથ આપશે
પરંપરા અનુસાર સ્નાન યાત્રામાં ભગવાનને 108 કળશના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે. વર્ષનો આ એકમાત્ર સમય હોય છે જ્યારે ભક્તોને ત્રણેય દેવતાઓના એક સાથે દર્શન કરવાનું સૌભાગ્ય મળે છે. ત્યારબાદ દેવ અનવસર કાળમાં હોય છે જ્યાં તેઓ આરામ કરે છે.
આ પણ વાંચો : સૂતા પહેલા તકિયા નીચે રાખી લો આ સફેદ વસ્તુ, ગરીબી અને બીમારીથી મળી જશે છુટકારો
ભગવાન જગન્નાથ બીમાર શા માટે પડે છે ?
સ્નાન યાત્રા પછી ભગવાન બીમાર શા માટે પડે છે તેનું કારણ એવું માનવામાં આવે છે કે ભગવાનને 108 કળશથી સ્નાન કરાવવામાં આવે છે. અત્યધિક સ્નાનના કારણે તેઓ બીમાર પડી જાય છે. આ સ્થિતિમાં 15 દિવસ તેઓ અનવસર કાળમાં રહે છે. આ દરમિયાન ભગવાનના દર્શન બંધ રહે છે. ભગવાનને મંદિરના વિશેષ કક્ષમાં બિરાજમાન કરવામાં આવે છે જ્યાં વૈદ્ય તેમની દેખરેખ કરે છે. 15 દિવસના અનવસર કાળમાં ભગવાનને લીમડા સહિતની ઔષધીઓની દવા આપવામાં આવે છે.
આ પણ વાંચો : મહાદેવને અત્યંત પ્રિય હોય છે આ તારીખોએ જન્મેલા લોકો, ભોળાનાથથી કૃપાથી મળે છે સમૃદ્ધિ
અનવસર કાળ પૂરો થયા પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી સાથે રથમાં સવાર થઈ ભક્તોને મળવા નીકળે છે અને ભવ્ય રથ પર સવાર થઈ ગુંડિચા મંદિર જાય છે. અને ભક્તિ તેમજ ઉલ્લાસથી વિશેષ યાત્રા શરુ થાય છે.
આ પણ વાંચો : Roti: ભયંકરમાં ભયંકર ગ્રહ દશામાં પણ વાળ વાંકો નહીં થાય, કરી લો રોટલીનો આ ઉપાય
જગન્નાથ રથ યાત્રા 2025 તારીખ
આ વર્ષે જગન્નાથ યાત્રા 27 જૂન 2025 ના રોજ નીકળશે. અષાઢી બીજ 26 જૂને બપોરે 1.25 મિનિટથી પ્રારંભ થશે અને 27 જૂન 11.19 મિનિટ સુધી હશે. ઉદયાતિથી અનુસાર રથયાત્રા 27 જૂને નીકળશે. રથયાત્રા દુનિયાની સૌથી ભવ્ય ધાર્મિક યાત્રા છે. રથયાત્રાના દિવ્ય દર્શન કરવા દર વર્ષે દેશ-વિદેશથી લાખો લોકો જગન્નાથ પુરી પહોંચે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે