Gandhinagar News : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને આજે જૈન સંતોની પધરામણી થઈ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને આચાર્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબની પધરામણી પ્રસંગ યોજાયો હતો. જેમાં સંતોનું સામૈયું કરી પધરામણી કરાશે. સંઘવી પરિવારના સભ્યોએ આ પ્રસંગે સંતોના આશીર્વાદ લીધા. તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ દર્શને આવ્યા હતા. પોતાના નિવાસસ્થાને આચાર્ય વિજય અભયદેવસૂરશ્વરજી મહારાજ સાહેબની પધરામણી થતાં હર્ષ સંઘવી ખુશીથી ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે આચાર્ય વિજય અભય દેવવસુરીશ્વરજીએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.
જૈન મુનિનો હળવો અંદાજ
આચાર્ય વિજય અભય દેવવસુરીશ્વરજીએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા. સાથે જ તેમણે રાજકારણીઓ સાથે જોડાયેલી કેટલીક બાબતો હળવા શૈલીમાં રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે સંસ્કાર અને સમૃદ્ધિને દેશભરમાં કોઈ પણ આગળ લઈ જવામાં હોય તો એ પીએમ મોદી છે. એ દોડે છે અને હું પણ દોડું છું. પ્રધાનમંત્રી એમના આત્મવિશ્વાસ પર દોડે છે. અને હું દોડું છું ભગવાનના સહારે. કોઈ પણ જાતના પ્રશ્નો ઉકેલવાની પીએમ મોદીની તાકાત છે.
નકલી ટોલનાકામાં પાટીદાર અગ્રણીનો ઉડાઉ જવાબ, ભાડુઆત શું કરે છે એ અમને થોડી ખબર હોય
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરે સંતોની પધરામણી, સામૈયું કરી સંતોને મીઠો આવકાર...#harshsanghvi #ZEE24KALAK #viralvideo #Gujarat pic.twitter.com/8mIM1aPNP9
— Zee 24 Kalak (@Zee24Kalak) December 5, 2023
નેતાઓ 3 વાર અમારી પાસે આવે
તો બીજી તરફ, રાજકારણીઓ પર આચાર્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજે હળવા મૂડમાં ટિપ્પણી કરી હતી. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, નેતાઓ 3 વાર અમારી પાસે આવે. પહેલી વાર ટિકિટ મળે એની માટે આવે. બીજી વાર ટિકિટ મળ્યા પછી જીત માટે આવે. અને ત્રીજીવાર જીત્યા પછી ખુરશી મળે એ માટે આવે.
કેનેડા ગયેલા ગુજરાતીઓના કડવા અનુભવો જાણી તમે કહેશો, ભઈ આપણું ભારત સારું હોં!
જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોચે ગુજરાતી
તેમણે કહ્યું કે, આખા ભારતનું નેતૃત્વ બે જ વ્યક્તિઓ પર છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ. આ બન્ને વ્યક્તિઓએ છેલ્લા 10 વર્ષથી રાત દિવસ 18 કલાક કામ કરીને બહારના બધા દેશોનું સંકલન કરીને ભારતને આગળ કઈ રીતે લઈ જવું એનો પ્રયાસ કરે છે. હવે ગુજરાતીની પણ એક છાપ છે. જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે રવી, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોચે ગુજરાતી.
સુરતમાં કરોડપતિ હીરા વેપારીની દીકરી લેશે દીક્ષા, વર્ષીદાન વરઘોડામાં દુલ્હનની જેમ સજી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે