Home> Spiritual
Advertisement
Prev
Next

જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યા

Jalaram Jayanti 2024 : પૂજ્ય જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતી તેમના ધામ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે, જ્યાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. 
 

જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યા

Virpur News ગૌરવ દવે/રાજકોટ : જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો... ઉક્તિને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતિની નિમિત્તે લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. જેઓએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી રહ્યાં છે. 

fallbacks

પૂજ્ય જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દિવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામા આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું.

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છે

પૂજય બાપાની ૨૨૫મી જન્મ જ્યંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા. સાથે જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી.

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને 25 વર્ષ થઈ ગયા છે. આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુંઑએ પ્રસાદ લીધો હતો. અને હજુ પૂજ્ય જલારામબાપાના ભક્તોનો પ્રવાહ અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જ્યંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

ભૂતિયા છે અમેરિકન રાષ્ટ્રપતિ માટે બનેલું વ્હાઈટ હાઉસ, અંદર એક નહિ અનેકોનું ભૂત ફરે છ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More