Home> Spiritual
Advertisement
Prev
Next

Jhadu ke Niyam: જો ભૂલથી તમારો પગ ઝાડુને અડી જાય તો તરત જ કરો આ કામ, નહીં તો એક-એક પૈસાના મોહતાજ થઈ જશો

Broom Tips: મા લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે એવું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેય ભૂલથી પણ સાવરણીનો અનાદર ન કરવો જોઈએ, નહીં તો દેવી લક્ષ્મી દુ:ખી થઈને જતી રહે છે અને ઘરમાં ગરીબી ફેલાશે.

Jhadu ke Niyam: જો ભૂલથી તમારો પગ ઝાડુને અડી જાય તો તરત જ કરો આ કામ, નહીં તો એક-એક પૈસાના મોહતાજ થઈ જશો

નવી દિલ્હીઃ Vastu Tips For Jhadu: ઘરમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં બિમારી નથી વધતી અને ભગવાનની કૃપા પણ રહે છે. સ્વચ્છતા માટે સૌથી મહત્વની વસ્તુ સાવરણી છે. સાવરણી વિના સફાઈની કલ્પના કરી શકાતી નથી. સાવરણીનો ક્યારેય અનાદર ન કરવો જોઈએ કારણ કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આકસ્મિક રીતે સાવરણી પર પગ મુકો છો, તો તરત જ કંઈક કામ કરવું જોઈએ, નહીં તો ઘરે કંગાળી આવતાં વધુ સમય નહીં લાગે.

fallbacks

સાવરણી પર પગ મૂકાઈ જાય
વાસ્તુશાસ્ત્રમાં ઝાડુને લઈને ઘણા નિયમોની ચર્ચા કરવામાં આવી છે. ઘણી વખત જાણતા-અજાણતા કોઈ વ્યક્તિ સાવરણી પર પગ મૂકે છે, પરંતુ શું તમે જાણો છો કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ. ઝાડુ પર પગ મૂકવો એ દેવી લક્ષ્મીનું અપમાન છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો તમારી સાથે પણ ક્યારેય આવું થાય છે, તો તમારા હાથથી સાવરણીને સ્પર્શ કરો અને તેને તમારા કપાળ પર લગાવો અને દેવી લક્ષ્મી પાસે તમારી ભૂલ માટે માફી માગો.

આ પણ વાંચોઃ Guru Gochar: 12 વર્ષ બાદ ગુરૂનું મેષમાં ગોચર, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર

ખરાબ શુકન
સાવરણી ક્યારેય ઉભી ન રાખો. વાસ્તુમાં કહેવાયું છે કે તેને હંમેશા નીચે મૂકી દેવી જોઈએ. એવું કહેવાય છે કે ઉભી સાવરણીને અશુભ માનવામાં આવે છે, જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરો. જો સાવરણી તૂટેલી અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય, તો તેને તરત જ બદલો. આ સાથે જ ધ્યાન રાખો કે શુક્રવાર અને ગુરુવારે સાવરણી બહાર ન ફેંકો.

પૈસાની ખોટ
રાત્રે ક્યારેય ઝાડુ ન લગાવો. જો તમે આ કરો છો તો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં સાવરણી રાખો છો તો જીવનમાં ધનની ખોટ નથી થતી અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. સાવરણીને કબાટની પાછળ કે તિજોરી પાસે ક્યારેય ન રાખવી જોઈએ. આવું કરવાથી ધનની હાનિ પણ થાય છે.

આ પણ વાંચોઃ વર્ષો બાદ ગુરૂ, શુક્ર અને શનિની આવી સ્થિતિ કરશે ધનવર્ષા, ગણતા-ગણતા થાકી જશે લોકો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More