Home> Spiritual
Advertisement
Prev
Next

July 2025 Horoscope: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહ બદલશે પોતાની ચાલ, આ રાશિવાળાઓનું ભાગ્ય હશે સાતમા આસમાને

July 2025 Masik Rashifal: જુલાઈ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં ગુરુનો ઉદય થશે અને સાથે જ શનિ, બુધ, સૂર્ય અને મંગળ પોતાની ચાલ બદલશે. જુલાઈ મહિનાના ગ્રહ ગોચરના કારણે 3 રાશિવાળા લોકોને બંપર લાભ થશે. 
 

July 2025 Horoscope: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહ બદલશે પોતાની ચાલ, આ રાશિવાળાઓનું ભાગ્ય હશે સાતમા આસમાને

July 2025 Masik Rashifal: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જુલાઈ મહિનો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જુલાઈ મહિનામાં ગુરુ, શનિ, બુધ, મંગળ અને સૂર્ય જેવા ગ્રહોની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. જુલાઈ મહિનામાં સૂર્ય ગ્રહ મિથુન અને કર્ક એમ બંને રાશિમાં ગોચર કરશે. મંગળ પણ સિંહ અને કન્યા રાશિમાં રહેશે. સાથે જુલાઈ મહિનામાં ગુરુ મિથુન રાશિમાં ઉદય થશે અને શનિ મીન રાશિમાં વક્રી થશે. ગ્રહોના રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ જુલાઈ મહિનો 12 રાશિના લોકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવનું કારણ બનશે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 17 જૂન : વૃષભ રાશિના લોકોને આર્થિક મામલામાં સફળતા મળશે, આજનું રાશિફળ

જુલાઈ 2025 માં થનાર ગ્રહ ગોચર 

- વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનામાં 28 જુલાઈ સુધી મંગળ ગ્રહ સિંહ રાશિમાં રહેશે અને ત્યાર પછી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 

- ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈ સુધી મિથુન રાશિમાં રહેશે અને ત્યાર પછી કર્ક રાશિમાં ગોચર કરશે. 

આ પણ વાંચો: Vastu Dosh: કોઈ પાસેથી ફ્રીમાં ન લેવી આ વસ્તુઓ, લેનાર પર તુટી પડે છે મુસીબતોના પહાડ

- જુલાઈ મહિનામાં બુધ ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરશે. બુધ ગ્રહ પુષ્ય, આશ્લેષા અને મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 

- ધન અને વૈભવના દાતા શુક્ર 26 જુલાઈ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે અને ત્યાર પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 

- જુલાઈ મહિના દરમિયાન શનિ મીન રાશિમાં રહેશે અને 13 જુલાઈએ આ રાશિમાં જ વક્રી થશે ત્યાર પછી 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. 

આ પણ વાંચો: Gold Astrology: કઈ આંગળીમાં સોનાની વીંટી પહેરવી અશુભ ? જાણો સોના સંબંધિત જરૂરી નિયમ

જુલાઈ 2025 ની લકી રાશિઓ 

વૃષભ રાશિ 

આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો અનુકૂળ રહેવાનો છે. આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રે લાભ મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં સારું પરિણામ જોવા મળશે. ગુરુ આર્થિક સ્થિતિ પર સારો પ્રભાવ પાડશે. મહેનતનું ફળ મળશે. મંગળ ગ્રહ લાભ ભાવને જોઈ રહ્યો છે તેથી કામમાં આવેલી અડચણ દૂર થશે અને લાભ મળવાની શરૂઆત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુલાઈ મહિનો મિશ્ર પરિણામ આપનાર સાબિત થઈ શકે છે. શુક્ર લવ લાઈફ અને દાંપત્યજીવન માટે અનુકૂળ રહેશે. 

આ પણ વાંચો: આ દિવસે ખરીદેલું સોનું નથી ફળતું કોઈને, જાણો કયા દિવસ ગોલ્ડ ખરીદવા માટે અશુભ

મિથુન રાશિ 

આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો સારો રહેવાનો છે. જુલાઈ મહિનામાં મંગળ, સૂર્ય અને શુક્ર અનુકૂળ પરિણામ આપનાર સાબિત થશે. રાશિના લોકોની કારકિર્દીમાં શુભ પરિણામ જોવા મળશે. અપેક્ષા કરતાં વધારે સફળતા મળશે. મંગળના કારણે નોકરીમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત થશે. વેપારમાં લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. મહેનત અને કર્મ અનુસાર ધન લાભ મળશે. 18 જુલાઈ પછી આર્થિક સ્થિતિ પર સારી અસર જોવા મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુલાઈ મહિનો શુભ રહેવાનો છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ બની રહેશે 

આ પણ વાંચો: Jagannath Rath Yatra: સ્નાન યાત્રા પછી ભગવાન જગન્નાથ 15 દિવસ બીમાર શા માટે રહે છે ?

કન્યા રાશિ 

આ રાશિના લોકોને જુલાઈ મહિનો શુભ ફળ આપશે. સૂર્ય આ રાશિના દશમ ભાવમાં અને મંગળ દ્વાદશ ભાવમાં રહેશે. જુલાઈ મહિનામાં બુધ લાભ ભાવમાં સ્થિત રહેશે. કન્યા રાશિના લોકોને શુક્ર અને રાહુ પણ સારું પરિણામ આપી શકે છે.. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો કન્યા રાશિ માટે લાભકારી રહી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. જુલાઈ મહિનાના મધ્ય ભાગમાં થોડી સમસ્યા આવી શકે છે પરંતુ તેમ છતાં લાભની સ્થિતિ સારી દેખાય છે. વેપારના ક્ષેત્રે સારા પરિણામ મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો લાભ મળશે. અચાનક ધનલાભ પણ જુલાઈ મહિનામાં થઈ શકે છે. 

આ ત્રણ રાશિ સિવાય જુલાઈ મહિનો તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિ માટે પણ સારો સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More