Home> Spiritual
Advertisement
Prev
Next

ગુજરાતના મંદિરોમાં ઘટ સ્થાપનાથી નવલી નવરાત્રિનો પ્રારંભ : માતાના મઢમાં રાજવી પરિવારે પૂજા કરી

Navratri 2023 : નવરાત્રી આવતા જ જ્યોત લઈ જવાનો છે અનેરો મહિમા... આસ્થા અને આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ ગણાતી નવરાત્રિનો આજથી પ્રારંભ.. અશ્વિની નવરાત્રિના પાવન પર્વ પર કચ્છના માતાના મઢમાં કરાયું ઘટ સ્થાપન.. રાજવી પરિવારે પૂજા કરી ..મોટી સંખ્યામાં માઈ ભક્તો રહ્યા હાજર...
 

ગુજરાતના મંદિરોમાં ઘટ સ્થાપનાથી નવલી નવરાત્રિનો પ્રારંભ : માતાના મઢમાં રાજવી પરિવારે પૂજા કરી

Gujarat Temples : આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. 30 વર્ષ બાદ ચિત્રા નક્ષત્ર, બુધાદિત્ય યોગમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિએ માતા અંબા હાથી પર સવાર થઈને આવશે. આજે ગુજરાતના તમામ મંદિરોમાં સવારે ઘટ સ્થાપના કરવામાં આવી રહી છે. સવારે 10:30 વાગ્યા સુધી તમામ મંદિરોમાં ઘટ સ્થાપન કરાશે. ભદ્રકાળી મંદિરમાં સવારે 7:30 કલાકે ઘટ સ્થાપન કરાયું. તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. માધુપુરાના અંબાજી મંદિરમાં સવારે 7 કલાકે ઘટ સ્થાપન કરાયું. વૈષ્ણોદેવી મંદિરમાં સવારે 7 કલાકે ઘટ સ્થાપન કરાયું. ભદ્રકાળી મંદિરમાં આઠમની રાત્રે હવન, માતાજીનો વિશેષ શણગાર કરાશે. આજે પહેલાં નોરતે મા શૈલપુત્રની પૂજા થશે. વહેલી સવારથી માતાજીના મંદિરમાં લોકો ઊમટી પડ્યા છે. પાવાગઢ, બહુચરાજી, અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી છે. ચોટીલા અને માતાના મઢે ભક્તો ઉમટ્યા છે.    

fallbacks

આજથી શારદીય આંસુ નવરાત્રીનો જુનાગઢ શહેરમાં ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢના અતિ પ્રાચીન એવા આશરે 800 વર્ષ પુરાણા વાઘેશ્વરી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે માતાજીની આરતી સાથે જ્યારે નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના શિખરે પણ ઘટ સ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં નવરાત્રિનો પ્રારંભ થતાં સમગ્ર જૂનાગઢ શહેર હાલમાં જગતજનની ની ભક્તિમાં તરબોળ બન્યું છે. 

મા મહાકાળીના ધામમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મા પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપી રહ્યા છે. મા શ્રી જગદંબાના ચરણોમાં નતમસ્કતક થવા ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે. તો નવરાત્રિ માટે ઊંઝા ઉમિયાધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. નવરાત્રિમાં માં ઉમિયાને વિશેષ શણગાર કરાય છે. નવ દિવસ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આજે માં ઉમિયા વાઘની સવારીનો શૈલપુત્રી અવતારનો શણગાર કરશે. 

આ રીતે બનાવો કેનેડા જવાનો ફુલપ્રુફ પ્લાન, સ્ટુડન્ટ વિઝા માટે આટલી તૈયારી કરી રાખજો

તો શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દોઢ લાખ કરતા વધુ ભક્તોએ નવરાત્રિના પ્રથમ દિવસના સવારે દર્શન કર્યા છે. માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી છે. વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર ગર્ભ ગૃહ અને પરિસરથી નીચે પગથિયાં સુધી ભક્તો લાંબી કતારો જોવા મળી રહી છે. 

તો કચ્છમાં અશ્વિની નવરાત્રિનો પ્રારંભ થતા જ પ્રસિદ્ધ માતાના મઢ ખાતે ઘટસ્થાપન કરવામાં આવ્યું. માં આશાપુરા મંદિરે ઘટસ્થાપન બાદ સમગ્ર જિલ્લામાં આસો નવરાત્રીનો આરંભ કરાયો. આ પ્રસંગે મંદિરમાં મોટી સંખ્યામાં માઇભક્તો હાજર રહ્યાં. કચ્છ દેશની દેવી માં આશાપુરા સૌની આશા પૂરી કરે છે એટલે મા આશાપુરા કહેવાય છે ત્યારે નવરાત્રીમાં ભક્તો માના ચરણોમાં ઝૂકાવીને પોતાને ધન્ય અનુભવે છે. રાજવી પરિવારે પૂજા કરી ગરબો પધરાવ્યો. 

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામા જોઈને એવું ફળ ઉગાડ્યુ, લાખોની આવક કરતા થયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More