Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Gochar 2025: 3 એપ્રિલે કર્ક રાશિમાં ગોચર કરશે મંગળ, આ 4 રાશિના લોકોને થશે છપ્પરફાડ ધનલાભ

Mangal Gochar 2025: સાહસ અને પરાક્રમના સ્વામી મંગળ ચૈત્ર નવરાત્રી દરમિયાન રાશિ પરિવર્તન કરશે. મંગળના રાશિ પરિવર્તથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
 

Mangal Gochar 2025: 3 એપ્રિલે કર્ક રાશિમાં ગોચર કરશે મંગળ, આ 4 રાશિના લોકોને થશે છપ્પરફાડ ધનલાભ

Mangal Gochar 2025: મંગળ ગ્રહ સાહસ અને શૌર્યનું પ્રતીક છે. મંગળ ગ્રહ જ્યારે પોતાની રાશિ બદલે છે તો તેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. ચૈત્ર નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે અને નવરાત્રી દરમિયાન મંગળ રાશિ બદલશે. પંચાંગ અનુસાર 3 એપ્રિલ 2025 ના રોજ મંગળ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 

fallbacks

આ પણ વાંચો: Numerology: લગ્નની તારીખ પરથી જાણો પત્ની જીવનભર પ્રેમ કરશે કે થતી રહેશે તકરાર

કર્ક રાશિમાં મંગળ 7 જુન સુધી બિરાજમાન રહેશે. આ બે મહિનાના સમય દરમિયાન મંગળ ગ્રહ 4 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. આ ચાર રાશિના લોકોને છપ્પરફાડ ધનલાભ અને સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોનું માન સન્માન અનેક ગણું વધશે. તો ચાલો જાણીએ આ ચાર ભાગ્યશાળી રાશિ કઈ છે જેને મંગળના ગોચરથી લાભ થવાનો છે. 

મંગળનું ગોચર કઈ રાશિઓ માટે લાભકારી ?

આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રીમાં માં દુર્ગાને ચઢાવો લવિંગ, જીવનનું કોઈપણ દુ:ખ હોય દુર કરશે માતાજી

કર્ક રાશિ 

મંગળની કૃપાથી પ્રગતિમાં આવતી બાધાઓ દૂર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. સંતાનની ચિંતામાંથી મુક્તિ મળશે. જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આ સમય પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે સારો કાર્યોમાં સફળતા મળશે. 

આ પણ વાંચો: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભયોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરીમાં થશે પ્રગતિ

સિંહ રાશિ 

મંગળનું રાશિ પરિવર્તન નોકરીમાં પ્રમોશન કરાવી શકે છે. નોકરી બદલવાનું વિચારતા લોકોને આ સમય દરમિયાન સારી ઓફર મળી શકે છે. કારકિર્દીમાં ઝડપથી આગળ વધી શકાશે. પરિવાર સાથે મે મહિનાના અંતે તીર્થયાત્રા પર જઈ શકો છો. ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત થશે 

આ પણ વાંચો: વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી

કન્યા રાશિ 

મંગળના ગોચરથી કન્યા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સારું પરિણામ મળે તેવી સંભાવના છે. વેપારીઓને સારી ડીલ મળી શકે છે. આ સમય દરમિયાન નફો પણ વધી શકે છે. નોકરી કરતા લોકો પર મંગળની વિશેષ કૃપા રહેશે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના ખુશખબર મળી શકે છે. 

આ પણ વાંચો: Shani Uday: 9 એપ્રિલથી ચાલશે આ 4 રાશિવાળાઓનું રાજ, શનિ ઉદય થઈને વધારી દેશે ધન, પદ

કુંભ રાશિ 

મંગળનું ગોચર કુંભ રાશિ માટે પણ શુભ છે. આ સમય દરમિયાન અટકેલા કામ ધીરે ધીરે પૂરા થવા લાગશે. સ્વાસ્થ્ય સુધરશે. જૂની બીમારીથી પણ મુક્તિ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ સુધરશે સમાજમાં માન સન્માન વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More