Home> Spiritual
Advertisement
Prev
Next

Kapoor Ke Totke: આર્થિક તંગી થઈ જશે એક ઝટકે દુર, ઘરની આ 4 જગ્યા પર કપૂર રાખવાથી વધશે ધનની આવક

Kapoor Ke Totke: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનું ભાગ્ય લખાયેલું જ હોય છે. પરંતુ કેટલાક ઉપાયો દ્વારા ભાગ્યને વધુ મજબૂત બનાવી શકાય છે. આજે તમને ઘરની એક આવી જ સફેદ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને 4 અલગ-અલગ જગ્યાએ રાખશો તો તમારી તિજોરી ક્યારેય ધનથી ખાલી નહીં થાય.

Kapoor Ke Totke: આર્થિક તંગી થઈ જશે એક ઝટકે દુર, ઘરની આ 4 જગ્યા પર કપૂર રાખવાથી વધશે ધનની આવક

Kapoor Ke Totke: જીવનમાં તમે કેટલા સફળ થશે અને કેટલા અમીર થશો તેનો આધાર  તમારી મહેનતની સાથે તમારા નસીબ પર પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનું ભાગ્ય લખાયેલું જ હોય છે. પરંતુ કેટલાક ઉપાયો દ્વારા ભાગ્યને વધુ મજબૂત બનાવી શકાય છે. આજે તમને ઘરની એક આવી જ સફેદ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને 4 અલગ-અલગ જગ્યાએ રાખશો તો તમારી તિજોરી ક્યારેય ધનથી ખાલી નહીં થાય.

fallbacks

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે ઘણા ઉપાયો કરી શકાય છે. તેમાંથી એક ઉપાય કપૂર સાથે સંબંધિત છે. આ એક એવી વસ્તુ છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. તેની સાથે તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરમાં ધનનો પ્રવાહ વધારે છે. આજે તમને આર્થિક તંગીને દૂર કરવા માટે કપૂર સાથે જોડાયેલા આવા ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.

કપૂર સંબંધિત વાસ્તુ ઉપાયો

આ પણ વાંચો:

મુખ્ય દરવાજા પર બાંધો માતા લક્ષ્મી સંબંધિત આ 1 વસ્તુ, ઘરમાં સતત વધતી રહેશે ધનની આવક

Astro Tips: વ્રત દરમિયાન શારીરિક સંબંધ રાખવા યોગ્ય કે નહીં ? જાણો શાસ્ત્રીય નિયમો

ગણેશ ચતુર્થી પર કરી લો અચૂક ટોટકા, પ્રસન્ન થશે બાપ્પા અને વરસાવશે આશીર્વાદ

રસોડામાં કપૂર રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કપૂર રાખવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. તેનાથી જંતુઓ અને કીડાઓથી પણ છુટકારો મળે છે. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

ઘરના મુખ્ય દ્વાર પર લગાવો

ઘરના મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ અટકી જાય છે. તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ પરિવારમાં ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ બનાવે છે.

આ પણ વાંચો:

ધનથી ભરેલી રહેશે તિજોરી, સમસ્યાઓ થશે દુર, મંગળવારે કરી લો લવિંગ-લીંબુનો આ ઉપાય

દરેક મનોકામના પૂર્ણ કરશે તુલસીના 11 પાનનો આ ઉપાય, અજમાવીને કરી લો અનુભવ

બેડરૂમમાં કપૂર રાખો

ઘરના બેડરૂમમાં કપૂર રાખવું પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી દંપતી વચ્ચેના સંબંધ મજબૂત થાય છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે અને માનસિક સ્ટ્રેસ દુર થાય છે.

તિજોરીમાં કપૂર રાખો

પરિવારની આર્થિક તંગીને દૂર કરવા માટે કપૂરનો ટુકડો તિજોરીમાં અથવા કબાટમાં રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી ધનની આવકના રસ્તા ખુલે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More