Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: ખાંડના ડબ્બામાં ગુપ્ત રીતે રાખી દો આ વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં ખુટે ધન-ધાન્ય

Astro Tips: અણધાર્યા ખર્ચ માંડ માંડ કરેલી બચતને પણ તાણી જાય છે. જેના કારણે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે. જો ઘરમાં આવી સ્થિતિ રહેતી હોય તેને દુર કરવાના જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ગુપ્ત ઉપાયો જણાવાયા છે.
 

Astro Tips: ખાંડના ડબ્બામાં ગુપ્ત રીતે રાખી દો આ વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં ખુટે ધન-ધાન્ય

Astro Tips: આજના સમયમાં મોટાભાગના લોકો આર્થિક સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. મોટાભાગે એવું થાય છે કે ઘરમાં આવક કરતા ખર્ચ વધારે રહેતો હોય છે. અણધાર્યા ખર્ચ માંડ માંડ કરેલી બચતને પણ તાણી જાય છે. જેના કારણે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે. જો ઘરમાં આવી સ્થિતિ રહેતી હોય તેને દુર કરવાના જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ગુપ્ત ઉપાયો જણાવાયા છે. આ ઉપાયોને ગુપ્ત રીતે કરી લેવામાં આવે તો તે અચૂક સાબિત થાય છે. એટલે કે તેનું ફળ મળે જ છે.

fallbacks

આ પણ વાંચો: 

આ રંગનું પર્સ રાખશો તો ખિસ્સુ રહેશે રુપિયાથી છલોછલ? જાણો રાશિ અનુસાર પર્સનો લકી કલર

Vastu Tips: સપ્તાહના આ 2 દિવસ પૂજામાં ન કરવી જોઈએ અગરબત્તી, કરનાર થાય છે કંગાળ

શનિ દેવની કૃપા થાય તે પહેલા મળે છે આ સંકેત, તમારી સાથે થાય આવું તો સમજજો થશે લાભ

આ ચમત્કારી ઉપાય ઘરના ભંડાર રુમ સાથે સંકળાયેલો છે. તમે પણ તમારા ભંડાર રુમમાં ખાંડના ડબ્બા રાખતા હશો. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ખાંડ સકારાત્મક ઊર્જાને આકર્ષે છે. ખાંડનો સંબંધ શુક્ર સાથે પણ છે. અને શુક્ર ગ્રહ ભૌતિક સુખ અને સમૃદ્ધિ આપનાર ગ્રહ છે. તેવામાં આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. 

ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરી શકાય છે તેની સાથે જ જેની જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તે પણ આ ઉપાય કરી શકે છે. તેનાથી શુક્ર સંબંધિત દોષથી મુક્તિ મળે છે. 

આ ઉપાય કરવા માટે તમારે માત્ર એક કામ કરવાનું છે. ભંડાર ઘરમાં જે ખાંડનો ડબ્બો રાખેલો હોય તેમાં ચોખાના દાણા મુકવાના છે. તેના માટે એક સફેદ કપડામાં સાત દાણા ચોખાના મુકવા, આ ચોખા તુટેલા ન હોય તે વાતનું ધ્યાન રાખવું. ત્યારબાદ આ ચોખાની પોટલીને કોઈને ખબર ન પડે તેમ ખાંડના ડબ્બામાં મુકી દો. ત્યારબાદ ઓમ શં શુક્રાય નમ: મંત્રનો 108 વખત જાપ કરો. આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો અને તેને કરવાથી તુરંત લાભ થાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More