Home> Spiritual
Advertisement
Prev
Next

15 ઓગષ્ટે ભારતના આ મહાન ક્રાંતિકારીનો પણ જન્મદિવસ છે, જાણો તેમના વિશે રોચક માહિતી...

15 ઓગષ્ટે ભારતનાં સ્વાધીનતા દિવસની સાથે દેશના મહાન યોગી મહર્ષિ અરવિંદનો જન્મદિવસ પણ છે

15 ઓગષ્ટે ભારતના આ મહાન ક્રાંતિકારીનો પણ જન્મદિવસ છે, જાણો તેમના વિશે રોચક માહિતી...

નવી દિલ્હી: આજે 15 ઓગષ્ટે ભારતના સ્વાધીનતા દિવસ સાથે દેશમાં મહાન યોગી મહર્ષિ અરવિંદનો પણ જન્મદિવસ છે. 15 ઓગષ્ટે 1872 ના રોજ કોલકાતાનાં શેક્સપિયર સારાનીમાં જન્મ લેનારા મહર્ષિ અરવિંદે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે 1910માં તત્કાલીન ફ્રેંચ આધિપત્ય વાળા પાંડિચેરીમાં જઇને પુર્ણ યોગ કર્યો. મહર્ષિ અરવિંદનાં પિતા કૃષ્ણધન ઘોષે શ્રી અરવિંદ અને તેના ભાઇઓને વિદેશમાં ભણવા માટે મોકલી દીધા. આ દરમિયાન અરવિંદ અને તેના ભાઇઓને ભારતનાં કોઇ પણ વ્યક્તિ સાથે સંપર્ક નહી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

fallbacks

સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદીએ 47 વખત નાગરિક શબ્દનો ઉપયોગ કર્યો
અરવિંદે પોંડિચેરીમાં રહીને લાંબા સમય સુધી રહીને સાધના કરી. આ દરમિયાન તેમણે પોતાનાં કર્મના માધ્યમથી કરવામાં આવનારા પૂર્ણ યોગનું પ્રતિપાદન કર્યું. તેમની આધ્યાત્મિક સહયોગિની શ્રીમાં (the mother) ના પોંડિચેરમાં 1920માં આગમન બાદ 1926માં શ્રી અરવિંદના આશ્રમનું કાર્યમ શ્રીમાંને સોંપવામાં આવ્યું.ત્યાર બાદ તેઓ બાહ્ય ગતિવિધિઓ સાથે અંતર જાળવીને એકાંતમાં સાધના કરવા લાગ્યા. 

PAK પર નોર્ધન કમાન્ડનાં GoCએ કહ્યું, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે આતંકવાદી

કાશ્મીર ખીણમાં થાળે પડતું જનજીવન, NSA અજીત ડોભાલ પોતે બારીક નજર રાખી રહ્યા છે
શ્રી અરવિંદે પોતાનાં પોંડિચેરી પ્રવાસ દરમિયાન અનેક પુસ્તકો લખ્યા. જેમાં ધ લાઇફ ડિવાઇન, સાવિત્રી અને સિંથેસિસ ઓફ યોગાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પોતાનાં યોગિક જીવનનાં પૂર્વ કોલકાતામાં તેમણે વંદેમાતરમનું પણ સંપાદન કર્યું હતું. તેમનું નિધન 5 ડિસેમ્બરે પુડુચેરીમાં થયું હતું. શ્રીઅરવિંદનાં પૂર્ણ યોગનાં અનુયાયી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More