Home> Spiritual
Advertisement
Prev
Next

Laung and Kapoor: હનુમાનજી સામે બેસીને કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય, જીવનનું મોટામાં મોટું સંકટ પણ થઈ જાશે દુર

Laung and Kapoor: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનનું મોટામાં મોટું સંકટ પણ દૂર થઈ શકે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને પોતાની સ્થિતિમાં લાભ દેખાવા લાગે છે. આજે તમને લવિંગ અને કપૂરના આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ.

Laung and Kapoor: હનુમાનજી સામે બેસીને કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય, જીવનનું મોટામાં મોટું સંકટ પણ થઈ જાશે દુર

Laung and Kapoor: જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો અને ટોટકા જણાવવામાં આવ્યા છે જેને કરવાથી જીવનની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ ટોટકા કરવામાં ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનનું મોટામાં મોટું સંકટ પણ દૂર થઈ શકે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને પોતાની સ્થિતિમાં લાભ દેખાવા લાગે છે. આજે તમને લવિંગ અને કપૂરના આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ..

fallbacks

લવિંગ અને કપૂરના ચમત્કારી ઉપાય 

આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી-પુરુષ સંબંધ બનાવ્યા પછી આ કામ ન કરે તો થાય છે અપશુકન

સાંજના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ એકસાથે સળગાવવાથી વ્યક્તિના જીવનમાં અદભુત લાભ જોવા મળે છે. જે વ્યક્તિ નિયમિત આ કામ કરે છે તેના જીવનમાં ધનની ખામી રહેતી નથી સાથે જ ગૃહ ક્લેશની સ્થિતિથી પણ છુટકારો મળે છે. 

આ પણ વાંચો: Guruwar Upay: ગુરુવારે કરો આ અચૂક ઉપાય, દરિદ્રતા થશે દુર અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

જો તમારા જીવનમાં ખૂબ જ સમસ્યાઓ હોય અને સમસ્યાઓ દૂર જ થતી ન હોય તો મંગળવારે આ અસરકારક ઉપાય કરવો. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં પાંચ લવિંગ અને એક કપૂર લઈને જવું. હનુમાનજીના દર્શન કરીને સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી કપૂર અને લવિંગને સળગાવો. ત્યાર પછી તેની જે રાખ હોય તેનાથી માથા પર તિલક કરો. આ ઉપાય કરવાથી જીવનમાં આવેલી સમસ્યા દૂર થઈ શકે છે. 

આ પણ વાંચો: Aparajita: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય તુરંત આપે છે ફળ

જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પરંતુ કેટલાક લોકો મહેનત કરે તેમ છતાં સફળ થઈ શકતા નથી. તમારા જીવનમાં પણ આવી સમસ્યા હોય તો એક પાનનું પત્તું લઈ તેના પર લવિંગ, સોપારી અને એલચી રાખીને ગણેશજીને અર્પણ કરો. ત્યાર પછી ગણપતિજીને સફળતા માટે પ્રાર્થના કરો. મહત્વનું કામ કરવા જતા હોય તે પહેલા પણ આ ઉપાય કરી શકાય છે. તેને કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More