Most Powerful Mantra: સનાતન પરંપરામાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનામાં શિવજીની વિધિ વિધાનથી સાધના કરે તો ભોળાનાથ તેના બધા જ દુઃખ હરી લે છે. ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પ્રકારની પૂજાઓનું વિધાન છે. તેમાંથી એક મંત્ર જાપ પણ છે. ભગવાન શિવની આરાધના મંત્ર જાપથી પણ કરી શકાય છે અને તેને પ્રભાવશાળી માનવામાં આવે છે.
આ પણ વાંચો: 100 વર્ષ પછી રાહુ-કેતુ એકસાથે બદલશે ચાલ, આ રાશિઓને અચાનક ધન લાભ થવાના યોગ
શ્રાવણ મહિનાનો ગણતરીના દિવસોમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજે તમને મહાદેવના 5 પ્રિય મંત્રો અને સ્ત્રોત વિશે જણાવીએ. માન્યતા છે કે શ્રાવણ માસ દરમિયાન આ મંત્રો કે સ્ત્રોતનો નિયમિત જાપ કરવાથી મહાદેવની કૃપા અચૂક થાય છે. આ મંત્રોને મનોકામના પૂર્ણ કરનાર મંત્ર પણ કહેવાય છે.
આ પણ વાંચો: તુલસીમાં માંજર આવે તો તુરંત કરો આ કામ, લક્ષ્મીજીની કૃપાથી ધનથી ભરાઈ જશે ઘર
શિવ પંચાક્ષરી મંત્ર
ભગવાન શિવની પૂજામાં ॐ નમઃ શિવાય મંત્રનો જાપ સૌથી વધુ કરવામાં આવે છે. આ મંત્ર એકદમ સરળ છે અને પ્રભાવશાળી છે. મોટાભાગના લોકો અલગ અલગ શિવ મંત્રોને બદલે આ મંત્રનો જાપ સૌથી વધુ કરે છે. શિવ પંચાક્ષરી મંત્ર શિવજીની કૃપા અપાવનાર મંત્ર છે. આ મંત્રના જાપનું પુણ્યફળ એટલું હોય છે કે સાધકના દુઃખ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: 24 વર્ષ પછી ગુરુ-શુક્રની યુતિથી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, 4 રાશિ માટે શુભ
મહામૃત્યુંજય મંત્ર
ભગવાન શિવનો આ દિવ્ય મંત્ર અત્યંત પ્રભાવશાળી અને શુભ ફળ આપનાર છે. માન્યતા છે કે આ મંત્રના જાપથી મોટામાં મોટી મૃત્યુ સમાન વિપદા પણ ટળી જાય છે. શુભ સાધક આ મંત્રને સંજીવની સમાન માને છે. માન્યતા તો છે કે મહાદેવનો આ પાવર ફુલ મંત્ર વ્યક્તિને અકાળ મૃત્યુથી બચાવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ
સુખ-સૌભાગ્ય વધારનાર મંત્ર
જો શ્રાવણ મહિનામાં તમે ભગવાન શિવ પાસેથી સુખ, સંપત્તિ અને સૌભાગ્યના આશીર્વાદ મેળવવા માંગો છો તો નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો અત્યાધિક શુભ અને ફળદાયક સાબિત થશે. હિન્દુ માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરી વિધિ વિધાન થી શિવજીની પૂજા કરવાથી મહાદેવ સાથે માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિની ધન-ધાન્યની કામના પૂર્ણ થાય છે.
ॐ સામ્બ સદાશિવ નમઃ
આ પણ વાંચો: ભગવદ્ ગીતાના 5 ઉપદેશ, જે સમજી જાય તેની જીંદગી બદલી જાય, દરેક કામમાં મળશે સફળતા
શિવ મહિમ્ન સ્તોત્ર
ભગવાન શિવની સાધના શિવ મહિમ્ન સ્તોત્રથી કરવાથી પણ શુભ ફળ મળે છે. હિન્દુ માન્યતા અનુસાર આ સ્ત્રોત ની રચના મહાદેવના અનન્ય ભક્ત ગંધર્વરાજ પુષ્પદંત એ કરી હતી. આ સ્ત્રોતમાં શિવની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે આ સ્ત્રોતનો પાઠ કરનાર પર ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થાય છે અને તેની મનોકામના પૂર્ણ કરે છે. શિવ મહિમ્ન સ્ત્રોતનો પાઠ બધા જ પ્રકારના ભય, પાપ, શોક દૂર કરનાર છે અને શત્રુ પર વિજય અપાવનાર છે.
આ પણ વાંચો: Kamdhenu: કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી થતા લાભ વિશે જાણો
રુદ્રાષ્ટકમ
શિવ મહિમ્ન સ્ત્રોતનો પાઠ કરવાથી જે લાભ થાય છે તે રુદ્રાષ્ટકમનો પાઠ કરવાથી પણ થાય છે. રુદ્રાષ્ટકમને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવ્યું છે. ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત આ સ્ત્રોતનો પાઠ કરવાથી શિવ ભક્તોને ઇચ્છિત સફળતા મળે છે. શ્રાવણ મહિનામાં ભક્તો સુખ-સમૃદ્ધિની કામના રાખતા હોય તો તેમણે નિયમિત રુદ્રાષ્ટકમનો પાઠ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે