Home> Spiritual
Advertisement
Prev
Next

Lord Shiva Favourite Rashi: દેવોના દેવ મહાદેવને ખુબ પ્રિય છે આ 4 રાશિ, ઉપાધિઓથી દૂર રાખે, સદાય સુખ-સમૃદ્ધિ વરસાવે!


ભગવાન શિવ તમામ ભક્તો પર પોતાની કૃપા રાખતા હોય છે પરંતુ કેટલીક રાશિના જાતકો વિશેષ કરીને ભગવાન શિવના આશીર્વાદથી સમૃદ્ધિ અને સુખ મેળવતા હોય છે. જો આ રાશિના લોકો શ્રદ્ધા અને નિયમપૂર્વક શિવજીની ઉપાસના કરે તો તેમના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સુખની તેમને પ્રાપ્તિ થઈ શકે છે. 

Lord Shiva Favourite Rashi: દેવોના દેવ મહાદેવને ખુબ પ્રિય છે આ 4 રાશિ, ઉપાધિઓથી દૂર રાખે, સદાય સુખ-સમૃદ્ધિ વરસાવે!

દેશના ગણા ભાગોમાં શ્રાવણ મહિનો શરૂ થયો છે. જો કે ગુજરાતી રીતે જોઈએ તો હવે શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણનો મહિનો હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે અત્યંત શુભ ગણાય છે. આ મહિનો શ્રદ્ધા, ભક્તિ અને શિવ સાધનાનું પ્રતિક હોય છે. ભક્તજનો ઉપવાસ રાખે છે અને શિવલિંગનો જળાભિષેક કરે છે. કાવડ યાત્રા પર નિકળે છે અને દરેક શક્ય રીતે  ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રો અને જ્યોતિષ મુજબ ભગવાન શિવ તમામ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે પરંતુ કેટલીક રાશિના જાતકો પર વિશેષ કરીને તેમની કૃપા રહે છે. આ રાશિઓના લોકોનો સ્વભાવ, આધ્યાત્મિક વલણ અને આસ્થા તેમને મહાદેવની વધુ નજીક લઈ જાય છે. જાણો તે લકી રાશિઓ...

fallbacks

મેષ રાશિ
મેષ રાશિના જાતકો ભગવાન શિવના પ્રિય ભક્ત હોય છે. આ લોકો પર ભગવાન શિવના ખાસ કરીને આશીર્વાદ રહે છે. શાસ્ત્રો મુજબ મેષ રાશિના જાતકોના જીવનમાં જ્યારે કોઈ પણ મોટી સમસ્યા આવે છે ત્યારે ભગવાન શિવ તેમની મદદ કરે છે અને તેમના જીવનમાં બાધાઓ દૂર કરે છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિની મહેનત અને આત્મવિશ્વાસના કારણે આ લોકો સફળતા મેળવે છે અને તેમની કરિયર દિવસેને દિવસે પ્રગતિ કરે છે. ધનની કમી નથી રહેતી અને તેઓ પોતાના જીવનમાં શારીરિક સુખોનો આનંદ પણ લે છે. આ જાતકોએ પોતાની પ્રભુ પ્રત્યેની ભક્તિમાં નિરંતર રહેવું જોઈએ શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. જેથી કરીને તેઓ ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં આગળ વધી શકે. 

મકર રાશિ
મકર રાશિના જાતકોના જીવનમાં પણ ભગવાન શિવના આશીર્વાદ હંમેશા રહે છે. મકર રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે. જે ભગવાન શિવના અનન્ય ભક્ત ગણાય છે. મકર રાશિના લોકો પણ પોતાના જીવનમાં મોટી સફળતા મેળવતા હોય છે અને સમાજમાં સન્માન તથા પ્રસિદ્ધિ મેળવે છે. જો તે તેમણે પણ ક્યારેક ક્યારેક કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ભગવાન શિવની કૃપા અને તેમની બુદ્ધિમાનીથી આ સમસ્યાઓ ઉકેલાતી પણ હોય છે. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પણ ભગવાન શિવના પ્રિય ભક્તો હોય છે. આ રાશિના સ્વામી ગ્રહ પણ શનિદેવ છે. જે ભગવાન શિવના પરમ ભક્ત છે. કુંભ રાશિના લોકો ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ કરે છે. તેમને ધન, સુખ, સમૃદ્ધિની કોઈ કમી રહેતી નથી અને કોઈ પણ સમસ્યાનો સામનો કરવામાં સક્ષમ હોય છે. ભગવાન શિવની કૃપાથી જીવન સુખમય અને સમૃદ્ધ રહે છે. શિવજીની પૂજા  અને રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ જલદી પ્રસન્ન થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More