History Of Gabbar Parvat : આજે પોષ સુદ પૂર્ણિમા છે. પોષ સુદ પૂર્ણિમા એટલે માં અંબાનો પ્રાગટ્ય. આ દિવસ અંબાજીમાં એક ઉત્સવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને લઈ સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ રહી હતી. આજે પૂનમને લઈ મંગળા આરતી સવારે છ વાગે કરી દેવાઈ હતી. વહેલી સવારથી જ અંબાજી મંદિર અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. માતાજીના લઈ મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યાં. અંબાજીમાં આજે દિવસ દરમિયાન પાટોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાશે. મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અને કાર્યક્રમો દિવસ દરમ્યાન યોજાશે.
અંબાજીમાં આજે ભવ્ય આયોજન
13 જાન્યુઆરીએ પોષસુદ પૂર્ણિમા છે. એટલે કે માં અંબાનો પ્રાગત્યોત્સવ. અંબાજીમાં મા અંબાનો પ્રાગટ્યોત્સવ રંગે ચંગે ઉજવણી શરૂ થઈ છે. લાખો શ્રદ્ધાળુઓ જગત જનની મા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સવારથી કામ લાગી છે. અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે. જેમાં 1008 વિવિધ ઐષધીની આહુતિ અપાશે. જ્યારે ચાચરચોકમાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. પોષસુદ પૂર્ણિમાના રોજમાં અંબાની વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં હાથી, ઘોડા સહિત વિવિધ ટેબ્લો સામેલ થશે. પાટોત્સવમાં શ્રદ્ધાળુઓને 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર પણ શરુ કરવામાં આવ્યું છે.
માતાજી આપે છે સાક્ષાત દર્શન
આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે તો તેમના સાક્ષાત્કાર અને પરચાની એક વાત જાણીએ. ગબ્બર પર્વત પર દર્શન કર્યા વગર અંબાજીની યાત્રા અધૂરી ગણાય છે. તેથી અસંખ્ય લોકો ગબ્બરમાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે, માતા સતીના દેહના ટુકડા પૈકી માતાજીના હૃદયનો ભાગ અહી પડ્યો હતો. પરંતું આ પર્વતને લઈને એક બીજી લોકવાયકા પણ છે. કહેવાય છે કે, આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિચકાનો અવાજ જરૂર સંભળાય છે. ભાગ્યશાળી શ્રદ્ધાળુઓને અચૂક આ અવાજ સાંભળવા મળે છે તેવી માન્યતા છે. આ કારણે ગબ્બર પર્વત ઉપર જતા પગદંડીવાળા માર્ગ ઉપર વચ્ચે શ્રદ્ધાળુઓ પર્વતના પથ્થરની દિવાલ ઉપર કાન જરૂર ધરે છે, જેથી ક્યાંક માતાજીના હિંચકાનો અવાજ સાંભળવા મળે.
ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ! હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી
લોકવાયકા પાછળની કહાની
બીજી એક કથા એવી છે કે, મા જગદ્ જનની અંબા ગબ્બર ગઢના સોના હિંડોળે ઝુલતાં હતા ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણ લેવા ગયો હતો. જેને માતાજીએ સુંપડું ભરીને જવ આપ્યા, પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોળી દિધા, ઘરે જઈને જોયું તો, તેની પછેડી માં કેટલાક દાણા ચોટેલા હતા તે સોનાના હતા. બસ ત્યારથી ગબ્બર પર્વત ઉપર માતાજીના હિંડોળાનો અવાજ સાંભળવાની માઈભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે.
અમદાવાદના મંદિરમાં આવી ગબ્બરથી જ્યોત
અંબાજીથી જગત જનની માં અંબાની જ્યોત નુ આગમાન તારીખ 13/1/2025 ને પોષી પુનમ ના શુભ દિવસે સવારે 7:00 કલાકે નવરંગપુરામાં સાક્ષાત બિરાજમાન શ્રી ગબ્બરવાળા અંબાજી મંદિરેથી થયું હતું. અમદાવાદના મંદિરમાં ગબ્બરથી જ્યોત લાવવામાં આવી. અમદાવાદના નવરંગપુરાના અંબાજી માતાના મંદિરે ગબ્બરથી જ્યોત લાવી સ્થાપના કરવામાં આવી. વાજતે ગાજતે ગબ્બરથી અમદાવાદમાં જ્યોત લાવવામાં આવી. જ્યોતના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. શાકંભરી પૂનમ હોવાથી માતાજીનો વિશેષ શણગાર કરાયો. વિવિધ પ્રકારના શાકભાજીથી માતાજીનો શણગાર કરાયો. અમદાવાદના વર્ષો જૂના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે.
અમરેલી લેટરકાંડમાં પોલીસનું મોટું એક્શન, રાતોરાત 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે