Home> Spiritual
Advertisement
Prev
Next

Maa Laxmi: ક્યારેય ન કરશો આ 4 કામ, નહિતર હંમેશા માટે નારાજ થઈ જશે મા લક્ષ્મી

Maa Laxmi: હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘણી વખત ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. ચાલો જાણીએ કયા કારણોસર ઘરમાં દેવી લક્ષ્મી વાસ નથી કરતી.

Maa Laxmi: ક્યારેય ન કરશો આ 4 કામ, નહિતર હંમેશા માટે નારાજ થઈ જશે મા લક્ષ્મી

Maa Laxmi: આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર છે કારણ કે પૈસા વગર કોઈ કામ થતું નથી. પૈસાથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓ અને લક્ઝરી મેળવી શકાય છે. જીવનમાં ધન મહેનત અને મા લક્ષ્મીની વિશેષ કૃપાથી પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને સુખની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય, ત્યાં ક્યારેય કોઈ પ્રકારનું આર્થિક સંકટ આવતું નથી અને ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. પરંતુ ઘણી વખત વ્યક્તિ પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે તો પણ તેને સફળતા મળતી નથી. ઘણી વખત ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. પૈસાની અછતને કારણે સારી તકો હાથમાંથી જતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે કયા કારણોસર મા લક્ષ્મી ઘરમાં નથી રહેતી અથવા ગુસ્સે થઈને ઘર છોડીને જતી રહે છે.

fallbacks

આ કારણોસર નારાજ થઈ જાય છે મા લક્ષ્મી 

ઘરની સફાઇ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા લક્ષ્મી ફક્ત તે જ ઘરોમાં વાસ કરે છે જ્યાં હંમેશા સ્વચ્છતા રહે છે. જે ઘરોમાં સ્વચ્છતા નથી અને ઘરની ચીજવસ્તુઓ અહીં-તહીં પથરાયેલી  રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી કરતી. આ સિવાય જે લોકો સૂર્યાસ્ત પછી પોતાના ઘરની સફાઈ કરે છે તેમનાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તેથી સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું મા લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે.

આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ

રસોડામાં ગંદકી અને ગંદા વાસણો 
એવી માન્યતા છે કે જે ઘરમાં રસોડું ગંદકીથી ભરાયેલું હોય અથવા રાત્રે જમ્યા પછી રસોડાના વાસણો ઘસ્યા વિનાના પડ્યા રહેતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી. જો તમે મા લક્ષ્મીનો આશીર્વાદ અને જીવનમાં હંમેશા પૈસા ઇચ્છતા હોવ તો ક્યારેય પણ રાત્રે રસોડામાં ગંદા વાસણો ન રાખવા જોઇએ.

અન્નનો અનાદર કરવાથી 
જીવનમાં અન્નનું ખુબ મહત્વ છે, વ્યક્તિ અન્ન વિના જીવી શકતું નથી. જે ઘરમાં જ્યાં ભોજનનો અનાદર થાય છે, ત્યાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો અનાદર થાય છે. ભોજનનો અનાદર થવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

સ્ત્રીઓનું અપમાન
જે લોકો સ્ત્રીઓનો અનાદર કરે છે અને સ્ત્રીઓને ખરાબ કહે છે તેમનાથી માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન નથી થતી. આવા લોકો પર માતા લક્ષ્મી હંમેશા ક્રોધિત રહે છે. આવી સ્થિતિમાં મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ.

આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More