Magh Purnima 2025: માઘ પૂર્ણિમા આ વર્ષે 12 ફેબ્રુઆરી અને બુધવારે ઉજવાશે. આ દિવસે મહાકુંભમાં વિશેષ સ્નાન થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સ્નાન કરી દાન કરવાથી દેવી- દેવતાઓ પ્રસન્ન થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ગ્રહોને શાંત કરવા માટે અને ગ્રહ દોષ દુર કરવા માટે વિશેષ ઉપાય પણ કરી શકાય છે.
માઘ પૂર્ણિમાનું મહત્વ
આ પણ વાંચો: 12 તારીખથી 5 રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને હશે, શનિની હાજરીમાં સર્જાશે બુધાદિત્ય યોગ
માન્યતા છે કે માઘ પૂર્ણિમાના દિવસે દેવતા પૃથ્વી પર આવે છે અને મનુષ્ય રુપ ધારણ કરી સ્નાન, દાન અને જપ કરે છે. આ દિવસે પ્રયાગમાં ગંગા સ્નાન કરવાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
માઘ પૂર્ણિમા પર તમે કેટલીક વસ્તુઓનું દાન કરીને પણ ગ્રહ દોષ દુર કરી શકો છો. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને માઘ પૂર્ણિમાના દિવસે દાનમાં દેવાથી ગ્રહ શાંત થાય છે અને દોષ પણ દુર થાય છે. આ કામ કરી લેવાથી ગ્રહ દોષના કારણે સર્જાતી સમસ્યા દુર થઈ જાય છે.
આ પણ વાંચો: આ 5 પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ દિવસ રાત કરે છે પ્રગતિ, સમારજમાં વધારે માન
ગ્રહ દોષ દુર કરવાના ઉપાય
સૂર્ય - સૂર્ય દોષના કારણે જીવનમાં યશ અને સમૃદ્ધિ ઘટે છે. સૂર્ય દોષ દુર કરવા પૂનમના દિવસે ઘઉં અને ગોળ દાન કરવા.
ચંદ્ર - ચંદ્રના કારણે માનસિક ચિંતા વધે છે. આ દોષ દુર કરવા પાણી, મિસરી અને દૂધનું દાન કરી શકાય છે.
મંગળ - મંગળ દોષના કારણે આર્થિક સમસ્યાઓ વધે છે. આ દોષ દુર કરવા માટે પૂનમના દિવસે મસૂરની દાળ દાન કરવી.
આ પણ વાંચો: આ સપ્તાહ કર્ક રાશિના જાતકોને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થશે
બુધ - બુધ ગ્રહના કારણે બુદ્ધિની સમસ્યા થાય છે. તેના માટે આમળા અને લીલા શાકનું દાન કરો.
ગુરુ - ગુરુ ગ્રહના કારણે સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા થાય છે. તેના માટે કેળા, મકાઈ અને ચણા દાન કરી શકાય છે.
આ પણ વાંચો: 18 વર્ષ પછી સર્જાઈ રાહુ-શુક્રની યુતિ, અમીર બનશે આ 3 રાશિઓ, ચારેતરફથી થશે લાભ જ લાભ
શુક્ર - શુક્ર ગ્રહના કારણે આંખ અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. તેને દુર કરવા ઘી, માખણનું દાન કરવું.
શનિ - શનિ ગ્રહ લાંબી બીમારી આપે છે. શનિ ગ્રહનો દોષ દુર કરવા પૂનમના દિવસે સરસવું તેલ અને કાળા તલ દાન કરવા.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે