ખ્યાતી ઠક્કર, અમદાવાદઃ વર્ષ 2023માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી શનિવારના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે, આ દિવસે લોકો સ્નાન વગેરે કરીને સૂર્યની પૂજા કરે છે અને દાન પણ કરે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે શુભ કાર્ય, લગ્ન વગેરે શુભ કાર્યક્રમો પણ શરૂ થાય છે.
સૂર્ય ભગવાનનો મકર રાશિમાં પ્રવેશ માત્ર રાશિચક્રને જ અસર કરતું નથી, પરંતુ તેની સકારાત્મકતા સમગ્ર વાતાવરણમાં જોવા મળે છે. મકરસંક્રાંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે દેશના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. કેટલાક લોકો તેને ખીચડી, પોંગલ અને ઉત્તરાયણ નામથી ઓળખે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે દાન કરે છે તો તેને શુભ લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે મકરસંક્રાંતિ શનિવારે આવી રહી છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યા પ્રમાણે લોકોએ દાન કરવું જોઈએ.
બારે રાશિનાં જાતકો ને રાશિ અનુસાર દાન કરવાનો મહિમા છે.
મેષઃ તલ ઘઉં અને વસ્ત્રો નું દાન
વૃષભ: મસૂર દાળ અને ગોળ નું દાન અને ગાયો ને ઘાસ નું દાન
મિથુન: મગ અને ગોળ એને પૈસા નું દાન
કર્ક: ગાયો ને ઘાસ ચોખા કે દહીં નું દાન
સિંહ: ઘઉં અને તલ,કે ગોળ નું દાન
કન્યા: મગ ગોળ કે ફળ નું દાં
તુલા : ચોખા દહી કે પૈસા નું દાન
વૃશ્ચિકઃ તલ લાડુ મસૂર દાળ કે તાંબા પાત્ર નું દાન
ધન: ચણા દાળ ચણા કે કઠોળ નુ દાન
મકર: જુના વસ્ત્રો તલ કે તલના તેલ નું દાન
કુંભઃ તલ તલ ચીકી લોખંડ ના વાસણો કે ગરમ કપડાં નું દાન
મીન: ચણા કઠોળ કે રેશમી વસ્ત્ર કે પૈસા નું દાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે