Swastik Ke Upay: સનાતન ધર્મમાં સ્વસ્તિક ચિન્હને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે કોઈપણ શુભ કામ કરવાની શરુઆત સ્વસ્તિક ચિન્હ બનાવીને જ થાય છે. સ્વસ્તિક એક શુભ પ્રતિક છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં સ્વસ્તિક બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. સાથિયાને યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં બનાવવામાં આવે તો તેનાથી તુરંત શુભ ફળ મળે છે.
ઘરમાં સ્વસ્તિક સકારાત્મક ઊર્જા વધારે છે. તેનાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં સ્વસ્તિકને મંગળમયી માનવામાં આવ્યું છે. ઘરમાં સ્વસ્તિક બનાવેલું હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. કોઈપણ શુભ કાર્ય સારી રીતે સંપન્ન થાય છે.
આ પણ વાંચો: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુ
સ્વસ્તિક ઘરમાં સૌભાગ્ય આકર્ષિત કરે છે. ઋગ્વેદમાં સ્વસ્તિકને સૂર્યનું પ્રતિક માનવામાં આવ્યું છે. માન્યતા છે કે તેની ચાર ભુજા ચાર દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ઘરમાં કઈ જગ્યાએ કરવો સાથિયો ?
આ પણ વાંચો: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કોના માટે ભારે જાણવા વાંચો રાશિફળ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાથિયો ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને જીવનમાં સકારાત્મક પરિણામ મળે છે. સાથિયો ઉત્તર દિશામાં પણ કરી શકાય છે. આ સિવાય ઘરના મંદિરની સાથે ઘરના મુખ્ય દ્વાર પર પણ સ્વસ્તિક કરવો જોઈએ. તેનાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે.
કઈ વસ્તુઓથી બનાવવો સાથિયો ?
આ પણ વાંચો: અખાત્રીજના દિવસે કરેલા 4 સરળ કામનું મળે છે વિશેષ ફળ, ઘરમાં થશે માં લક્ષ્મીની પધરામણી
કહેવાય છે કે ઘરમાં સ્વસ્તિક બનાવવા માટે હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમા અષ્ટધાતુ અથવા તો તાંબાથી બનેલો સાથિયો પણ રાખી શકાય છે. તેનાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે