Mangal Gochar 2025 Rashifal: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ ઘણી વખત એક જ મહિનામાં બે વખત પોતાની ચાલ બદલે છે. જેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે દરેક રાશિ પર પણ જોવા મળે છે. એપ્રિલ મહિનામાં પણ આવું થવાનું છે. એપ્રિલ મહિનામાં મંગળ ગ્રહ બે વખત પોતાની ચાલ બદલશે.
આ પણ વાંચો: Shani Dev: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય
એપ્રિલ મહિનાની શરૂઆતમાં 3 એપ્રિલ એ બપોરે 1.56 મિનિટે મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. ત્યાર પછી 12 એપ્રિલે સવારે 6.32 મિનિટે મંગળ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. આ મંગળ બે વખત પોતાની ચાલ બદલશે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિના લોકોની ધન સંપત્તિમાં અપાર વૃદ્ધિ થઈ શકે છે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: 23 માર્ચથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય શુક્રની પૂર્ણ યુતિથી વધશે ધનની આવક
કર્ક રાશિ
મંગળનું ડબલ ગોચર કર્ક રાશિના લોકો માટે અત્યંત લાભકારી છે. મંગળનો પ્રભાવ આ ગોચરના લગ્ન ભાવમાં જોવા મળશે. જેના કારણે સાહસ અને આત્મવિશ્વાસ વધશે. ઘર-પરિવારમાં સુખ, શાંતિ રહેશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સદભાવના વધશે. રોકાણ કરવા માટે ઉત્તમ સમય.
આ પણ વાંચો: 27 વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, ધાર્યા કરતાં ચારગણું આપશે શનિ
કન્યા રાશિ
મંગળનું ડબલ ગોચર કન્યા રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ છે. મંગળ તમારી રાશિના લાભ ભાવમાં ગોચર કરશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત નફો થશે. નોકરી કરતા લોકોને લાભ પ્રાપ્ત થશે વેપારીઓ માટે પણ સમય સારો. શેરબજારથી લાભ થવાની સંભાવના રિટર્ન સારું મળશે.
આ પણ વાંચો: મંગળના નક્ષત્રમાં ગુરુ પ્રવેશ કરશે, વૃષભ સહિત 3 રાશિઓનું બેન્ક બેલેન્સ ઝડપથી વધશે
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે મંગળનું ગોચર કરિયર અને કારોબારના ક્ષેત્રમાં ઉન્નતી કરાવનાર રહેશે. આ ગોચર તમારી રાશિના કારકિર્દી અને વ્યવસાય ભાવમાં થશે જેના કારણે વ્યવસાયિક પ્રગતિ થવાના સંકેત મળી રહ્યા છે. ભાગીદારી અને નવી ડીલથી ફાયદો થશે. માનસિક સ્થિરતા આવશે અને આત્મવિશ્વાસ વધશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. પ્રમોશન અને વેતન વૃદ્ધિ થઈ શકે છે. કરજથી છુટકારો મળવાના યોગ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે