Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Gochar 2023: મંગળ ગોચરથી બની રહ્યો છે વિનાશકારી યોગ, આ જાતકો માટે મુશ્કેલ સમય

Mangal Gochar 2023 જ્યોતિષ ગણના અનુસાર 1 જુલાઈએ મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. મંગળના શનિની સાથે ષડાષ્ટક યોગ બનશે જેને જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ અશુભ માનવામાં આવે છે.

Mangal Gochar 2023: મંગળ ગોચરથી બની રહ્યો છે વિનાશકારી યોગ, આ જાતકો માટે મુશ્કેલ સમય

નવી દિલ્હીઃ Mangal Gochar 2023, Shadashtak Yog: વૈદિક જ્યોતિષ પંચાગ અનુસાર 1 જુલાઈએ મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન દરેક રાશિ પર મંગળ ગોચરની સકારાત્મક તથા નકારાત્મક અસર પડશે. નોંધનીય છે કે મંગળ શનિની સાથે ષડાષ્ટક યોગનું નિર્માણ કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખુબ અશુભ માનવામાં આવે છે. ષડાષ્ટક યોગના નિર્માણથી લોકોએ આર્થિક ક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેવામાં જુલાઈ મહિનાના પ્રથમ દિવસે બની રહેલા ષડાષ્ટક યોગને કારણે ત્રણ રાશિ એવી છે, જેણે આ દરમિયાન સાવચેત રહેવું પડશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોએ મંગળ ગોચરથી સતર્ક રહેવું પડશે. 

fallbacks

કર્ક રાશિ
મંગળ ગોચરને કારણે બની રહેલા ષડાષ્ટક યોગથી કર્ક રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન જાતકે માનસિક કે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન વાહન ચલાવતા સમયે સાવધાની રાખવાની જરૂર છે. સાથે આ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ કોઈને આપવા નહીં.  

આ પણ વાંચો- બુધની રાશિમાં સૂર્યનો પ્રવેશ, આ લોકોના જીવનમાં મચાવશે કોહરામ, જીવન કરી દેશે તહસ-નહસ!

સિંહ રાશિ
જ્યોતિષ પ્રમાણે સિંહ રાશિના જાતકોએ મંગળ ગોચરને કારણે સાવચેત રહેવું પડશે. આ દરમિયાન આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલા ક્ષેત્રમાં સાવચેતી રાખવાની જરૂર છે. પરિવારમાં પૈતૃક સંપત્તિને કારણે તણાવ ઉભો થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 

ધન રાશિ
ષડાષ્ટક યોગને કારણે ધન રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે. આ દરમિયાન  આર્થિક લેવડ-દેવડ કે રોકાણથી બચો. સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ દરમિયાન ગળા અને મોઢા સંબંધિ સમસ્યા ઉભી થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More