Home> Spiritual
Advertisement
Prev
Next

Mars Transit: મંગળનું નક્ષત્ર પરિવર્તન 5 રાશિઓ માટે શુભ, નોકરીમાં પ્રમોશન, ધન લાભ થવાની પ્રબળ સંભાવના

Mars Transit 2025: ગ્રહોના સેનાપતિ મંગળ 30 જૂનના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે. મંગળના નક્ષત્ર પરિવર્તનથી 5 રાશિના લોકોના જીવનનો શુભ સમય શરુ થશે. આ 5 રાશિઓ કઈ છે જેમને લાભ મળવાનો છે ચાલો જણાવીએ.
 

Mars Transit: મંગળનું નક્ષત્ર પરિવર્તન 5 રાશિઓ માટે શુભ, નોકરીમાં પ્રમોશન, ધન લાભ થવાની પ્રબળ સંભાવના

Mars Transit 2025: 30 જૂન 2025 સાંજે 8.33 મિનિટે મંગળ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહ ઉર્જા, સાહસ, પરાક્રમ, નેતૃત્વનું પ્રતીક છે. હાલ મંગળ સિંહ રાશિમાં ગોચર કરે છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રના નક્ષત્રમાં મંગળનો પ્રવેશ કેટલીક રાશિના લોકો માટે અશુભ છે તો કેટલીક રાશિઓ આ સમય દરમિયાન ભરપુર લાભ મેળવશે.

fallbacks

આ પણ વાંચો: July 2025: જુલાઈમાં શનિ, બુધ સહિત 4 ગ્રહ થશે વક્રી, 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ

પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં મંગળનો પ્રવેશ કાર્યક્ષેત્રમાં પ્રગતિ, આર્થિક લાભ અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક ફેરફાર સહિતના લાભ કરાવી શકે છે. આ નક્ષત્ર રચનાત્મકતા, પ્રેમ અને સામાજિક સંબંધો વધારે છે. તો ચાલો તમને જણાવીએ 30 જૂનથી આ લાભ કઈ કઈ રાશિઓને થવાના છે.

મંગળના નક્ષત્ર પરિવર્તનની શુભ અસરો

આ પણ વાંચો: Tulsi Puja: કયા દિવસે તુલસીના પાન તોડવા અને કયા દિવસે નહીં ? જાણો તુલસી પૂજાનો નિયમ

મેષ રાશિ

મંગળના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોની લવ લાઈફ અને કરિયરમાં નવી એનર્જી આવશે. અટકેલા કામ પુરા થશે. રોકાણથી લાભ મળવાની સંભાવના. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિ થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળશે. 

આ પણ વાંચો: 30 વર્ષ પછી બનશે શનિ, મંગળ અને કેતુનો ખતરનાક યોગ, 3 રાશિઓ માટે સૌથી ખરાબ સમય શરુ થશે

સિંહ રાશિ

મંગળનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના લોકો માટે શુભ છે. વ્યક્તત્વિમાં નિખાર આવશે. આત્મવિશ્વાસ વધશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. રોકાણથી લાભ મળવાની સંભાવના. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે.પારિવારિક જીવનમાં સુખ-શાંતિ બની રહેશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. 

આ પણ વાંચો: જુલાઈમાં સર્જાશે અત્યંત શુભ ગજલક્ષ્મી રાજયોગ, મિથુન સહિત 4 રાશિઓનું ખુલશે ભાગ્ય

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળના નક્ષત્ર પરિવર્તનથી માન-સન્માન વધશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. વેપારીઓની મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. પારિવારિક જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે.

આ પણ વાંચો: શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ છે અધુરી ? મોટાભાગના લોકો નથી જાણતા આ સાચું કારણ

મિથુન રાશિ

મિથુન રાશિ માટે મંગળ શુભ છે. આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે. કાર્યમાં સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ઘરમાં માંગલિક ઉત્સવના યોગ બની રહ્યા છે. અભ્યાસમાં એકાગ્રતા વધશે. સફળતા મળવાના યોગ.

આ પણ વાંચો: Elaichi Upay: શુક્રવારે કરો 5 એલચીનો આ ઉપાય, ધન-સંપત્તિમાં થવા લાગશે વધારો

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે મંગળ ગોચર શુભ છે. આર્થિક સમૃદ્ધિ સાથે સામાજિક સંબંધો સુધરશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. પ્રોપર્ટી કે વાહન ખરીદીના યોગ. સ્વાસ્થ્ય સુધરશે. પરિવાર તેમજ મિત્રો સાથે સારો સમય પસાર થશે. વેપારમાં વૃદ્ધિના યોગ. ધન લાભ થવાની સંભાવના.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More