Mangal Gochar 2025: મંગળ ગ્રહ જ્યારે પણ પોતાની ચાલ બદલે છે ત્યારે દરેક રાશિના વ્યક્તિના જીવનમાં ફેરફાર થાય છે. મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવાય છે. ભૂમિપુત્ર મંગળ ઉર્જા, સાહસ, યુદ્ધ, ભાઈ, શક્તિનો કારક ગ્રહ છે. 3 એપ્રિલ 2025 ના રોજ સવારે 1.56 મિનિટ મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં મંગળ નીચ નો હોય છે.
આ પણ વાંચો: નોકરીમાં મળશે પ્રમોશન, બેન્ક બેલેંસ થશે ડબલ, આ રાશિઓ માટે શાનદાર રહેશે આ સપ્તાહ
12 એપ્રિલે સવારે 6.32 મિનિટે મંગળ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. મંગળનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય કરશે. પુષ્ય નક્ષત્ર નક્ષત્રોનો રાજા ગણાય છે. તેના સ્વામી શનિદેવ છે અને અધિપતિ દેવ બૃહસ્પતિ છે. મંગળનો આ નક્ષત્રમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ માટે મંગળ શુભ રહેવાનો છે.
આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં શનિ દેવનો થશે ઉદય, 3 રાશિના લોકોને છપ્પરફાડ ધન લાભ થાય તેવી સંભાવના
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ રાશિના 12 માં ભાવમાં આ ગોચરની અસર થશે. જેના કારણે લોકોને વિદેશ યાત્રા કરવાની તક મળશે. અધ્યાત્મિક સાધનમાં રુચિ વધી શકે છે. રિસર્ચ ક્ષેત્રે કામ કરતા લોકોને લાભ થશે. ભાગ્યનો સાથ મળશે.
આ પણ વાંચો: 29 માર્ચથી વૃષભ સહિત 3 રાશિ પર પડશે શનિની અઘરી દ્રષ્ટિ, ચારેતરફથી આવી પડશે મુશ્કેલીઓ
વૃશ્ચિક રાશિ
આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. આ ગોચરની અસર વૃશ્ચિક રાશિના નવમ ભાવમાં થશે. જેના કારણે આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે. જીવનમાં નવી તક મળશે અને સફળતા મળવાની પણ સંભાવના છે. શિક્ષા, આધ્યાત્મિકતા અને યાત્રા સંબંધિત કામમાં સફળતા મળશે.
આ પણ વાંચો: Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી ફળશે આ 3 રાશિને, ધન લાભ થવાની સાથે વધશે સન્માન
ધન રાશિ
ધન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. આ કારણે અચાનક ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. મોટો લાભ થઈ શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. વીમા કે પૈતૃક સંપત્તિથી મોટો લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: એપ્રિલ 2025 થી આ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, શુક્ર રાતોરાત બનાવી શકે છે અમીર
મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. આ રાશિના પાંચમા ભાવમાં મંગળના નક્ષત્ર પરિવર્તનની અસર થશે. જેના કારણે રચનાત્મકતા વધશે. કરિયરમાં ગ્રોથ થશે. સંતાન પક્ષ સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પરીક્ષાની તૈયારી કરતાં લોકોને સફળતા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે