Mangal Gochar 2023: ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ 10 મે 2023 ના રોજ મિથુન રાશિમાંથી નીકળી અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં મંગળ 1 જુલાઈ સુધી ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળના આ રાશિ પરિવર્તનથી દેશ અને દુનિયા તેમજ દરેક વ્યક્તિના જીવન ઉપર અસર જોવા મળશે. મંગળને સાહસ, અસ્ત્ર, શસ્ત્ર, ક્રોધ અને યુદ્ધનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો કુંડલીમાં મંગળની દશા સારી હોય તો વ્યક્તિ સફળ થાય છે જો ગ્રહ નબળો હોય તો વ્યક્તિ પાસેથી બધું છીનવાય પણ શકે છે. મે મહિનામાં મંગળનું જે રાશિ પરિવર્તન થવાનું છે તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થતો જોવા મળશે.
આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
Astro Tips: દુર્ભાગ્ય દુર કરી સમૃદ્ધિ લાવે છે દીવો, જાણો દીવા સાથે જોડાયેલા ઉપાય
2 મેથી આ 4 રાશિના લોકોને છે મોજ જ મોજ... શુક્ર ગ્રહ થશે મહેરબાન
કન્યા
મંગળના ગુચર થી કન્યા રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. મંગળના ગોચર થી કન્યા રાશિના લોકોને વેપારમાં નફો થવાના પ્રબળ યોગ સર્જાશે. ધન સંબંધિત સમસ્યાઓનું નિવારણ થશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને વૈવાહિક જીવનમાંથી વિવાદની સ્થિતિ દૂર થશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે પણ મંગળનું ગોચર શુભ સાબિત થવાનું છે. કોર્ટ કચેરી ના કાર્યોમાં સફળતા મળશે. વિરોધીઓ કાર્યમાં બાધા ઊભી નહીં કરી શકે. કાર્ય સ્થળ પર કામના વખાણ થશે. પ્રગતિ થશે અને આવકમાં વધારો થશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.
મીન
મીન રાશિના લોકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન સુખદ સમય લાવશે. વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત થશે. કોર્ટમાં અટકેલા કેસ પૂર્ણ થશે. નોકરી શોધતા લોકોને સારા સમાચાર મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે